રાકેશ ઝુનઝુનવાલાનો પોર્ટફોલિયો રહ્યો અસરદાર, આ 6 શેરમાં મળ્યું 27% સુધી રિટર્ન

PC: etimg.com

સપ્ટેમ્બર મહિનામાં બીજું ત્રિમાસિક પૂર્ણ થઈ ચુક્યુ છે. વીતેલા ત્રણ મહિનામાં બજારમાં આશરે 10 ટકાની રિકવરી રહી છે. આ દરમિયાન સેન્સેક્સ 34915ના સ્તરથી મજબૂત થઈને 38142ના સ્તર પર પહોંચી ગયો. કોરોના વાયરસના માહોલમાં રાકેશ ઝુનઝુનવાલા જેવા દિગ્ગજ નિવેશકોએ પણ પોતાના પોર્ટફોલિયોમાં કેટલાક બદલાવ કર્યા હતા. એવામાં તમારા મનમાં પણ એ સવાલ થતો હશે કે આખરે સપ્ટેમ્બર મહિનામાં પૂરા થતા ત્રિમાસિકમાં રાકેશ ઝુનઝુનવાલાએ જે શેરોમાં રોકાણ કર્યું હતું. તેનું શું રિટર્ન રહ્યું છે. જો વેલ્યૂના મામલામાં તેમના ટોપ 6 નિવેશની વાત કરીએ તો સપ્ટેમ્બર ત્રિમાસિકમાં તે તમામ શેરોમાં તેજી રહી. હવે તેની કુલ વેલ્યૂ જોડી દો તો તે 6 શેરોમાં જ રાકેશ ઝુનઝુનવાલાની સંપત્તિ 1569 કરોડ રૂપિયા વધી ગઈ છે. તો તમે પણ જાણી લો રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરોનું પ્રદર્શન...

ટાઈટન કંપની લિમિટેડ

3 માસમાં શેરમાં રિટર્નઃ 26%

શેરના ભાવઃ 950 રૂપિયાથી વધીને 1200 રૂપિયા

કુલ શેરઃ 49050970

હોલ્ડિંગઃ 5.53%

હવે વેલ્યૂઃ 5886.1 કરોડ

3 મહિના પહેલા વેલ્યૂઃ 4659.8 કરોડ

અંતરઃ 1226 કરોડ

Escorts Ltd.

3 મહિનામાં શેરમાં રિટર્નઃ 27%

શેરના ભાવઃ 1040 રૂપિયાથી વધીને 1320 રૂપિયા

કુલ શેરઃ 9100000

હોલ્ડિંગઃ 7.42%

હવે વેલ્યૂઃ 1199.8 કરોડ

3 મહિના પહેલા વેલ્યૂઃ 946.4 કરોડ

અંતરઃ 119 કરોડ

ક્રિસિલ લિમિટેડ

3 મહિનામાં શેરમાં રિટર્નઃ 11%

શેરના ભાવઃ 1616 રૂપિયાથી વધીને 1790 રૂપિયા

કુલ શેરઃ 3975000

હોલ્ડિંગઃ 5.49%

હવે વેલ્યૂઃ 711.3 કરોડ

3 મહિના પહેલા વેલ્યૂઃ 642.3 કરોડ

અંતરઃ 69 કરોડ

રૈલીઝ ઈન્ડિયા

3 મહિનામાં શેરમાં રિટર્નઃ 4%

શેરના ભાવઃ 272.55 રૂપિયાથી વધીને 282.95 રૂપિયા

કુલ શેરઃ 20030820

હોલ્ડિંગઃ 10.31%

હવે વેલ્યૂઃ 566.8 કરોડ

3 મહિના પહેલા વેલ્યૂઃ 545.9 કરોડ

અંતરઃ 21 કરોડ

લ્યૂપિન

3 મહિનામાં શેરમાં રિટર્નઃ 11%

શેરના ભાવઃ 912 રૂપિયાથી વધીને 1015 રૂપિયા

કુલ શેરઃ 6645605

હોલ્ડિંગઃ 1.47%

હવે વેલ્યૂઃ 674.5 કરોડ

3 મહિના પહેલા વેલ્યૂઃ 606 કરોડ

અંતરઃ 68 કરોડ

Lupin launches Jan Kovid Helpline for Mumbai

જુબિલન્ટ લાઈફ સાયન્સ

3 મહિનામાં શેરમાં રિટર્નઃ 12%

શેરના ભાવઃ 6562 રૂપિયાથી વધીને 736 રૂપિયા

કુલ શેરઃ 8145800

હોલ્ડિંગઃ 5.11%

હવે વેલ્યૂઃ 600 કરોડ

3 મહિના પહેલા વેલ્યૂઃ 534 કરોડ

અંતરઃ 66 કરોડ

No traces of COVID-19 virus found in the imported raw material: Jubilant  Life Sciences - Express Pharma

ટાઈટનના શેરમાં આવેલા ઉછાળા અંગે તેમજ લાઈફસ્ટાઈલ કેટેગરીની વાત કરીએ તો ટાઈટન કંપની ઓર્ગેનાઈઝ્ડ જ્વેલરી અને ઘડિયાળના સેગમેન્ટમાં લીડિંગ પોઝીશન પર છે. તેના મિડ ટર્મ ગ્રોથનો આઉટલુક સારો છે. વેડિંગ/ ફેશન જ્વેલરી તરફથી તેને સપોર્ટ મળી રહ્યો છે. આવનારા દિવસોમાં વેડિંગ સિઝનમાં સારું વેચાણ થવાની આશા છે. જ્વેલરી બિઝનેસ ઓર્ગેનાઈઝ્ડ પ્લેયર્સ તરફ શિફ્ટ થવાને કારણે કંપનીને અનલોકમાં ઝડપથી રિકવરીનો ફાયદો મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp