ગ્લોબલ બજારોમાં તેજી, ફરીથી આવશે ઓછા વ્યાજનો દોર

PC: axios.com

અમેરિકા દ્વારા ભારતને જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સીસ (GSP) વ્યવસ્થાથી બહાર કરવાથી બંને દેશોના સંબંધો પર અસર પડશે એ વાત નક્કી છે. આ વ્યવસ્થા અંતર્ગત ભારત વાર્ષિક 5.6 અબજ ડૉલરની નિકાસ કરતુ હતુ, જેના પર અમેરિકા કોઈ ટેક્સ લેતુ નહોતું. જેના પર કુલ મળીને 19 કરોડ ડૉલરનો ટેક્સ લાગશે. જવાબમાં ભારત અમેરિકા પાસેથી આયાત થતી 29 વસ્તુઓ પર ટેક્સ વધારી શકે છે. ગત વર્ષે અમેરિકાને ભારતની નિકાસ 48.6 અબજ ડૉલરથી વધારીને 54.4 અબજ ડૉલર થઈ ગયા હતા. અમેરિકાથી આયાત પણ 25.7 અબજ ડૉલરથી વધીને 33 અબજ ડૉલર પર પહોંચ્યુ છે.

ઇંગ્લેન્ડમાં થેરેસા મેથી સરકાર બ્રેક્ઝિટ પર વોટિંગમાં હારી ગઈ છે. જેને કારણે ફરી એકવાર ભ્રમની સ્થિતિ બની ગઈ છે. માનવામાં આવી રહ્યુ છે કે હવે બ્રેક્ઝિટ 30 જૂન સુધી ટળી ગઈ છે.  આ અગાઉ પણ વધી શકે છે. યુરોપમાં આ કન્ફ્યુઝન બાદ અમેરિકા, યુરોપ અને જાપાન ત્રણેયના સેન્ટ્રલ બેંકે ગ્લોબલ વિકાસ દરનું અનુમાન ઘટ્યું છે. તેમણે સંકેત આપ્યા છે કે, આગળ મૌદ્રિક નીતિમાં વ્યાજદરો ઓછાં રાખવાના પ્રયત્નો થશે જેથી ગ્રોથ વધારી શકાય. તેને કારણે દુનિયાભરના બજારોમાં તેજી આવી છે.

IT કંપની માઈન્ડટ્રી 20 માર્ચે બોર્ડ બેઠકમાં શેર બાયબેકના પ્રસ્તાવ પર વિચાર કરશે. આ દરમિયાન L&Tના બોર્ડે માઈન્ડટ્રીમાં વી. જી. સિદ્ધાર્થની 21 ટકા ભાગીદારી ખરીદવાની સહમતિ આપી દીધી છે. સિદ્ધાર્થ કેફે કોફી ડેના સંસ્થાપક પણ છે. માઈન્ડટ્રીએ બાયબેકના આકાર અંગે કંઈ કહ્યુ નથી, પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે તે 1000 કરોડનો થઈ શકે છે. એવામાં જ્યારે મોટા શેરહોલ્ડર કંપનીમાંથી નીકળી રહ્યા હોય, ત્યારે બાયબેક સામાન્ય ન કરી શકાય. સામાન્યરીતે બાયબેકથી શેરોના ભાવ વધી જાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp