વોલેટિલિટી સાથે નિફ્ટી 17000ની ઉપર બંધ થવામાં સફળ, 28મીએ કેવી રહેશે ચાલ

PC: edelweiss.in

ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ 27મી સપ્ટેમ્બરના રોજ વધારે વધારે ઉતર ચડ વાળા સત્રમાં ફ્લેટ નોટ પર બંધ આવ્યું હતું. પોઝિટિવ શરૂઆતની સાથે આજના સેશનમાં વધારે સમય માટે બજાર પોઝિટિવ મોડમાં રહ્યું. જોકે, છેલ્લા કલાકોમાં વેચવાલીએ આખી તેજી સમેટી લીધી હતી. ત્યાર બાદ બજાર સામાન્ય લાલ રંગમાં બંધ આવ્યું. આજના કારોબારી દિવસના અંતમાં સેન્સેક્સ 37.70 પોઇન્ટ કે, 0.07 ટકાના કડાકા સાથે 57107.52 પર બંધ આવ્યું છે. નિફ્ટી 8.90 ટકા કે 0.05 ટકાના કડાકા સાથે 17007.40 પર બંધ આવ્યું છે.

આજે સેન્સેક્સ અને નિફ્ટીએ ઇન્ટ્રાડેમાં ક્રમશઃ 57704.57 અને 17176.45નું ઉચ્ચ સ્તર ટચ કર્યું. બેન્ચમાર્ક ઇન્ડેક્સ આજે સામાન્ય નબાળાશ સાથે બંધ આવ્યું. નિફઅટી 0.05 ટકા નીચે બંધ આવ્યું. જ્યારે, સેન્સેક્સ 0.07 ટકાના ઘટાડા સાથે બંધ આવ્યું. એક બજાર નિષ્ણાંત અનુસાર, ટેક્નીકલ મોર્ચે નજર નાખીએ તો ખબર પડે છે કે, નિફ્ટીમાં તત્કાલ સપોર્ટ 16800ના લેવલ પર જોવા મળી રહ્યો છે. જ્યારે તત્કાલ રેસિસ્ટન્સ 17400 પર નજરે આવી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં તત્કાલ સપોર્ટ 38000ના લેવલ પર જોવા મળી રહ્યો છે.

એક વધુ બજાર નિષ્ણાંત અનુસાર, બેન્ચમાર્ક નિફ્ટી RBI પોલિસી મીટિંગના કારણે એક દાયરામાં ટ્રેડ કરી રહ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર એક બેરિશ ક્રોસઓવરમાં નજરે પડી રહ્યા છે. તેમાં ટ્રેન્ડ નબળો પડવાની શક્યતા છે. જોકે, મહત્વના સપોર્ટ લેવલથી તેમાં પુલબેક રેલીની સંભાવનાથી ઇનકાર ન કરી શકાય.

એક અન્ય બજાર નિષ્ણાંત અનુસાર, નિફ્ટીમાં ઉપરની તરફ 17150થી 17200ના લેવલ પર રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે. નિફ્ટી 17200ની ઉપર નીકળશે તો તે 17500 સુધી ઉપર ચડી શકે છે. બીજી બાજુ, 16950ની નીચેની તરફ નિર્ણાયક કડાકો પેનિક બટનને ટ્રિગર કરી શકે છે. જેનાથી નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળી શકે છે.

આજે ઓટો, રિયલ્ટી, પાવર શેરોમાં દબાણના કારણે તેનાથી સંબંધિત સેક્ટોરલ ઇન્ડેક્સ દબાણ હેઠળ નજરે પડ્યું. જ્યારે ઓઇલ એન્ડ ગેસ, FMCG, IT શેરોમાં વધારો જોવા મળ્યો. આજના બજારમાં મિડકેપ ઇન્ડેક્સ 49 પોઇન્ટ ચડીને 30,161ના સ્તર પર બંધ આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp