જો આ ડીલ થઇ ગઈ તો વોડાફોન આઈડિયાના શેરધારકો થઇ શકે છે માલામાલ

PC: news24online

વોડાફોન ગ્રૂપના ભારતીય વ્યાપારને 2 બિલિયન ડૉલર એટલે કે, 14.85 હજાર કરોડનું રોકાણ મળી શકે એમ છે. રિપોર્ટ અનુસાર ઓક્ટ્રી કેપિટલ અને વર્દે પાર્ટનર્સ વોડાફોનમાં રોકાણ કરી શકે છે. આ સમાચારાને લઈને માર્કેટમાં આ કંપનીના શેરમાં 4 ટકાનો વધારે ઉછાળો જોવા મળ્યો હતો. રિપોર્ટ પ્રમાણે રોકાણ કરનાર ગ્રૂપ વોડાફોન આઈડિયામાં 14.85 હજાર કરોડથી 18.56 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા એક પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે.

સપ્ટેમ્બરમાં કંપનીના બોર્ડે શેર વેચાણ અને દેવામાંથી 25.25 હજાર કરોડ રૂપિયાની એકઠી કરવાની વાત કહી હતી. કારણ કે, કંપની દેશમાં અન્ય ટેલિકોમ કંપની સાથે સ્પર્ધા માગતી હતી. પણ એ સમયે એ નક્કી ન હતું કે, ઓક્ટ્રી અને અન્ય કંપની સાથે ડીલ અંગેની રૂપ રેખા કેવી રહેશે. સુત્રોના જણાવ્યા અનુસાર વોડાફોન આઈડિયાએ આ બંને સિવાય અન્ય રોકાણકારો સાથે પણ વાતચીત કરેલી છે. ગુરૂવારે માર્કેટમાં વોડાફોન આઈડિયાના શેરમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અંતમાં શેર 0.76 ટકાના વધારા સાથે 9.27રૂ. પ્રતિ શેરના ભાવ પર બંધ થયો હતો. જ્યારે તા. 3 સપ્ટેમ્બરથી અત્યાર સુધી કંપનીના શેર 25 ટકાથી પણ નીચે ગબડી ચૂક્યા છે. કંપની માટે ઈન્ફ્યુજન એક મોટી સમસ્યા છે. બીજી તરફ કંપનીને છેલ્લા 9 મહિનાથી ખોટ ખાવાનો વારો આવ્યો છે. વર્ષ 2017માં વોડાફોન અને આઈડિયાનું મર્જર થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી કંપનીને વાર્ષિક કોઈ નફો થયો નથી.

આ કારણે વોડાફોન આઈડિયાની નાણાકીય સ્થિતિ ખૂબ જ નાજુક થઈ ગઈ છે. કંપની પર કુલ 1.14 લાખ કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. જે પાછળનું મોટું કારણ કંપની પર agrનું રૂ. 50 હજાર કરોડનું વેચાણ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને agr મામલે કડક આદેશ આપ્યા હતા. જે મામલે ટેલિકોમ કંપનીઓ પાસેથી બાકીની રકમ વસુલ કરવા અંગે આદેશ કરાયા હતા. આ મુદ્દે આઈડિયા સેલ્યુલરના ચેરમેન કુમાર મંગલમે રાહતના અભાવમાં કંપનીનું દેવાળીયું જાહેર કરી દેવાની ધમકી ઉચ્ચારી હતી.

જોકે, સુપ્રીમ કોર્ટે બાકીની રકમ ચૂકવી દેવા માટે 10 વર્ષનો સમય આપ્યો હતો. એપ્રિલ 2021માં વોડાફોને બાકીની રકમની ચૂકવણી કરવાની છે. હાલના સમયમાં કંપની અને ભારતીય વ્યાપારને એક મોટા ફંડની જરૂરિયાત છે. એવામાં ઓક્ટ્રી અને વર્દે જેવી વૈશ્વિક કંપની એમાં રોકાણ કરી સારા નફા માટે દાવ લગાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp