ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે શેરબજારનો ઇન્ડેક્સ ઐતિહાસિક સપાટી વટાવી ગયો
ચૈત્રી નવરાત્રીના પહેલાં જ દિવસે BSE સેન્સેક્સ ખુલતાની સાથે ઐતિહાસિક સપાટી વટાવીને 75124 પર પહોંચી ગયો હતો. નિફ્ટી પણ 22765ની ઓલ ટાઇમ હાઇ સપાટી પર હતો. 20 વર્ષ પહેલા ઇન્ડેક્સ 5,000ની સપાટી પર હતો. આજે 75,000ની સપાટી પાર કરી ગયો છે.
2004માં BSE ઇન્ડેક્સ 5000ના લેવલે જે 2006માં 10000 અને 2007માં 20000ના લેવલે પહોંચ્યો હતો. જો કે સેન્સેક્સને 20,000થી 30,000 સુધી પહોંચતા 7 વર્ષ લાગ્યા હતા, 2004થી 2014 સુધી કોંગ્રેસનો સમયગાળો હતો અને ઇન્ડેક્સ આ 10 વર્ષમાં 5,000થી 25,000 સુધી પહોંચ્યો. એટલે કે 5 ગણો થયો.
જ્યારે 2014થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી 2024 સુધીના 10 વર્ષમાં ઇન્ડેક્સ 25,000થી 75,000 સુધી પહોંચ્યો, મતલબ કે 3 ગણો થયો.
2008માં જ્યારે વૈશ્વિક મંદી હતી ત્યારે 1 જાન્યુઆરી 2007એ ઇન્ડેક્સ 20325 સુધી પહોંચ્યો હતો, પરંતુ 31 ડિસેમ્બર 2008 સુધીમાં 10,678 પોઇન્ટ તુટીને 9647 સુધી આવી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp