આ રાજ્યોના લોકો રૂપિયામાંથી રૂપિયા બનાવવા સૌથી આગળ

PC: https://www.dnaindia.com

છેલ્લાં થોડા વર્ષોમાં ભારતીય શેરબજારમાં નવા રોકાણકારોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. ખાસ કરીને કોરોના મહામારીની શરૂઆત પછી નવા રોકાણકારોની શેરબજારમાં દિલચસ્પી વધી છે. આ સમયમાં મૂડીબજારમાં આવેલા ઘણાં IPOમાં રોકાણકારોએ મબલખ કમાણી કરી છે. 

બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ ( BSE)ના આંકડા પરથી ખબર પડે છે કે શેરબજારમાં રોકાણ કરવામાં મહારાષ્ટ્ર અને ગુજરાત અવ્વલ નંબર પર છે. આમ જોવા જઇએ તો મહારાષ્ટ્રમાં પણ મોટાભાગના ગુજરાતીઓનું જ શેરબજારમાં વધારે રોકાણ છે. પરતું એક વર્ષમાં  જે રાજ્યમાં સૌથી વધુ રોકાણકારો વધ્યા છે તેમાં બિહાર સૌથી ટોપ પર છે. એક વર્ષમાં બિહારમાં રોકાણકોરાની સંખ્યામાં 110 ટકાનો વધારો થયો છે.

BSEના આંકડા મુજબ મહારાષ્ટ્ર અને ગુજરાત એવા રાજ્યો છે જયાંના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સની સંખ્યા 1 કરોડની  ઉપર છે. મહારાષ્ટ્રમાં રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સની સંખ્યા 1.9 કરોડ છે તો ગુજરાતના ઇન્વેસ્ટર્સની સંખ્યા1.01 કરોડ છે. એ પછી ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. ઉત્તર પ્રદેશના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સની સંખ્યા 72.4 લાખ છે.

રોકાણકારોની દ્રષ્ટિ ટોપ 5માં દક્ષિણ ભારતના બે રાજ્યો પણ છે. ચોથા નંબર પર કર્ણાટકના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સની સંખ્યા 52.5 લાખ અને પાંચમા નંબર પર તમિલનાડુના 49.7 લાખ રોકાણકારો છે.

 એક કરોડથી વધારે ઇન્વેસ્ટર્સ  ધરાવતા મહારાષ્ટ્ર અને ગુજરાતને છોડી દઇએ તો ભારતમાં 16 રાજ્યો એવા છે , જયાં રોકાણકારોની સંખ્યા 10 લાખ કરતા વધારે છે.

 BSEના આંકડા મુજબ રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હી, અરૂણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, તેલંગાના, બિહાર, કેરળ, પંજાબ, ઓડિશા, આસામ અને ઝારખંડ એવા રાજ્યો છે જયાં રોકાણકારોની સંખ્યા 10-10 લાખ કરતા વધારે છે.

 શેરબજારમાં રોકાણકારોની સખ્યા છેલ્લાં એક વર્ષમાં ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો બિહારમાં સૌથી વધારે 110 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. મધ્ય પ્રદેશમાં એક વર્ષમાં 104 ટકા નવા રોકાણકારો વધ્યા છે, ઉત્તર પ્રદેશમાં 77 ટકા, મહારાષ્ટ્રમાં 48 ટકા અને ગુજરાતમાં 32 ટકાના ગ્રોથથી ઇન્વેસ્ટર્સની સંખ્યામાં વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp