રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપની પર લગાવ્યો દાવ, ખરીદ્યા 4 કરોડના શેર

PC: corporatebytes.in

શેર માર્કેટના દિગ્ગજ એવા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાળાએ હવે ટાટા મોટર્સ પર મોટો દાવ લગાવ્યો છે. રાકેશ ઝુનઝુનવાળા હંમેશા એ કંપનીઓના શેરમાં રોકાણ કરે છે, જેમાંથી સૌથી વધુ રિટર્ન મળવાની આશા હોય છે. તે માટે હાલમાં તેમણે ટાટા મોટર્સના શેર ખરીદવા પર પસંદગી ઉતારી છે. અસલમાં, નાણાંકીય વર્ષ 2020-21ની બીજા ત્રિમાસિક એટલે કે જુલાઈ થી સપ્ટેમ્બર દરમિયાન રાકેશ ઝુનઝુનવાળાએ ટાટા મોટર્સમાં મોટું રોકાણ કર્યું છે.15 ઓક્ટોબરના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જની એક ફાઈલિંગમાં ટાટા મોટર્સે કહ્યું હતું કે 30 સપ્ટેમ્બરના ખતમ થયેલા બીજા ત્રિમાસિકમાં રાકેશ ઝુનઝુનવાળાએ કંપનીના 4 કરોડ શેર ખરીદ્યા છે.

આ ખબર માર્કેટમાં આવ્યા પછી ગઈકાલે બપોરે ટાટા મોટર્સના શેરમાં 1.49 ટકાનો વધારો નોંધાયો હતો. પરંતુ શેરબજારમાં ભારે કડાકો થવાને લીધે ટાટા મોટર્સના શેર 3 ટકા થી ટૂટીને 126.55 રૂપિયા પર બંધ થયા હતા. બીજા ત્રિમાસિકમાં ટાટા મોટર્સની સારા પરિણામો જાહેર કરવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટાટા મોટર્સના નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિકના પરિણામો 27 ઓક્ટોબરના રોજ જાહેર થવાના છે. આ દિવસે કંપનીની બોર્ડની મિટીંગ પણ થવાની છે.

જણાવી દઈએ કે, બીજા ત્રિમાસિકમાં ટાટાની ગાડીઓના વેચાણમાં 5 ટકાનો વધારો થયો છે. ટાટા મોટર્સે 1.14 લાખ ગાડીઓ બીજા ત્રિમાસિકમાં વેચી છે. કોરોના સંકટ વચ્ચે હવે ટાટાની ગાડીઓનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. ઈલેક્ટ્રીક સેગમેન્ટમાં નેક્સન ગાડી ઘણી ડિમાન્ડમાં છે. આ સિવાય રાકેશ ઝુનઝુનવાળાએ લ્યુપિન ફાર્મા કંપનીમાં પણ તેમનું રોકાણ વધાર્યું છે. લ્યુપિનમાં તેમણે 0.6 ટકાનું હોલ્ડિંગ વધાર્યું છે અને આમ કરવાથી તેમનું કુલ હોલ્ડિંગ વધીને 1.53 ટકા થઈ ગ્યું છે. તેમની પાસે કંપનીના કુલ 6,945,605 શેર છે, જેની કુલ વેલ્યુ 721.6 કરોડ રૂપિયા છે.

આ હિસ્સેદારી સાથે ઝુનઝુનવાળા ટાટા મોટર્સના સૌથી મોટા માઈનોરિટી શેરહોલ્ડર્સમાંના એક બની ગયા છે. શેર માર્કેટમાં ઝુનઝુનવાળાની ગતિવિધિઓ પર રોકાણકારોની આંક મંડાયેલી હોય છે. કારણ કે સામાન્ય રીતે તે એવા શેર ખરીદતા હોય છે, જે ઘણું સારું રિટર્ન આપતા હોય. ઝુનઝુનવાળા પાસે આશરે 34 કંપનીઓના શેર છે. તેમના આ શેરની વેલ્યુ આશરે 18,804.6 કરોડ રૂપિયાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp