આશિષ કચોલીયાએ બિગબૂલની નફાવસૂલી છતા આ શેરમાં રાખ્યો છે વિશ્વાસ

PC: navbharattimes.indiatimes.com

ત્રિમાસિક પરિણામોની આ મોસમમાં રિટેલ ઈન્વેસ્ટર લિસ્ટેડ કંપનીઓના શેર હોલ્ડિંગ પેટર્ન પર નજર રાખી રહ્યા છે. તેનાથી બજારની દશા અને દિશાનો અંદાજો લગાવી શકાય છે. આ પ્રકારના નિવેશકો માટે દિગ્ગજ નિવેશક આશીષ કોચાલિયાનું એ પગલું ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ શકે છે, જે અંતર્ગત તેમણે Tarc (ધ અનંત રાજ કોર્પોરેશન) પર પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાએ નાણાકીય વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિકમાં આ મલ્ટીબેગર સ્ટોકમાં નફો વસૂલી કર્યો છે. Tarcના શેરની હોલ્ડિંગ પેર્ટન પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિકમાં આશીષ કોચાલિયાએ આ સ્ટોકમાં પોતાની હિસ્સેદારીમાં કોઈ બદલાવ નથી કર્યો. તેમની પાસે હજુ પણ આ સ્ટોકની 4425000 શેરોની એટલે કે 1.50 ટકાની હિસ્સેદારી છે, જ્યારે બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાએ આ અવધિમાં આ સ્ટોકમાં પોતાની હિસ્સેદારી ઘટાડી છે.

Tarcના નાણાકીય વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિકની શેર હોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો તેના ઈન્ડિવિઝ્યુઅલ શેરધારકોમાંથી રાકેશ ઝુનઝુનવાલાનું નામ ગાયબ છે. તેનો મતલબ એ છે કે, ક્યાં તો રાકેશ ઝુનઝુનવાલા આ સ્ટોકમાંથી સંપૂર્ણરીતે નીકળી ગયા છે અથવા તો પછી તેમા તેમની હિસ્સેદારી 1 ટકા કરતા ઓછી થઈ ગઈ છે. રાકેશ ઝુનઝુનવાલા છેલ્લાં કેટલાક ત્રિમાસિકથી Tarcમાં પોતાની હિસ્સેદારી ધીમે-ધીમે ઓછી કરી રહ્યા છે. ડિસેમ્બર 2020ના પૂર્ણ થતા ત્રિમાસિકમાં કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની હિસ્સેદારી 3.39% હતી. જોકે, સપ્ટેમ્બર2021ના ત્રિમાસિકમાં હિસ્સેદારીને 1.59% સુધી ઓછી કરી દેવામાં આવી હતી. પરંતુ, એટલું પાક્કું છે કે, રાકેશ ઝુનઝુનવાલાએ ત્રીજા ત્રિમાસિકમાં આ સ્ટોકમાંથી નફો વસૂલી કરી છે. જ્યારે આશીષ કોચાલિયા હજુ પણ આ સ્ટોક પર બુલિશ બની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, Tarcનો શેર 2021ના મલ્ટીબેગર સ્ટોકમાંથી એક રહ્યો છે. આ સ્મોલકેપ રિયલ એસ્ટેટ સ્ટોક છેલ્લાં 1 વર્ષમાં 24.20 રૂપિયાથી વધીને 51.58 રૂપિયા પર આવી ગયો છે. 1 વર્ષની અવધિમાં આ શેર આશરે 115 ટકા વધ્યો છે. હાલ 2.50 વાગ્યાની આસપાસ NSE પર 1.45 રૂપિયા એટલે કે આશરે 2.85 ટકાના વધારા સાથે 52.25 રૂપિયાની આસપાસ દેખાઈ રહ્યો છે, જે તેના લાઈફ ટાઈમની ઘણો નજીક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp