રાકેશ ઝુનઝુનવાલાએ આ જગ્યાએ રોકાણ કરવાની આપી સલાહ

PC: timesnownews.com

મોટા રોકાણકારો રાકેશ ઝુનઝુવાળા ઈચ્છે છે કે ભારતીય ઈક્વિટીમાં રોકાણ કરે કારણ કે ટૂંક સમયમાં વિદેશી ફંડ ઈનફ્લો આવવાની આશા છે. તેમણે કહ્યું છે કે આગામી ચારથી પાંચ વર્ષોમાં ભારતનો જીડીપી ગ્રોથ 8 થી 9 ટકા રહેવાની આશા છે. જેનાથી અલગ અલગ સેક્ટરમાં વધારે ફંડ આવશે. સીએનબીસી ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું છે કે ભારતીયોમાં પહેલા હોટલ પહોંચવા અને પછી મેન્યુને જોવાની જરૂર છે.

તેમણે જોર આપ્યું છે કે ભારતીય પહેલા ઈક્વિટીમાં રોકાણ કરવાનું શરૂ કરે અને પછી સેક્ટરના કામને લઈને ચિંતા વ્યક્ત કરે. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમ, ધાતુ સેક્ટર એવા નામ છે કે જેમાં તેમણે રોકાણ કરવા માટે કહ્યું છે. તેમના કહેવા પ્રમાણે, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના બાયબેક ઓફર સંકેત છે કે સરકાર તેમના એસેટ્સની વેલ્યુએશન વધારવા માગે છે. તેની સાથે તેમણે સરકારને તેમનો રવૈયો બદલવા માટે પણ કહ્યું હતું.

ફાર્માસ્યુટિકલ ઈન્ડ્સ્ટ્રીને લઈને પોતાના વિચાર વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, ભારત પાસે ફાર્માના ક્ષેત્રમાં દુનિયાનો રાજા બનવાની ક્ષમતા છે. ભારતની એપીઆઈ મેન્યુફેકચરીંગ કંપનીઓએ ડિમાન્ડમાં વધારો જોયો છે અને શેરની કિંમતે વધતા ટ્રેન્ડ તરફના સંકેતો આપ્યા છે. ગયા વર્ષ સુધી ચીન એપીઆઈ ડિમાન્ડનો એકમાત્ર યોગદાન આપનારું હતું.પરંતુ હવે ભારતીય કંપનીઓ સરકારની સહાયતા સાથે ચીનથી શિફ્ટ કંપનીઓનો લાભ લેવા માટે કામ કરી રહી છે.

રાકેશ ઝુનઝુનવાળાએ કહ્યું છે કે ઘરેલું શેર માર્કેટ કોરોના વાયરસ મહામારીથી બહાર નીકળી ગયું છે. સરકારે પાછળના દિવસોમાં જે રિફોર્મ કર્યું છે, તેના સારા પરિણામો દેખાઈ રહ્યા છે. વિદેશી રોકાણકારોનો ભરોશો શેર માર્કેટને લઈને વધી રહ્યો છે. તેમણે સરકારના વખાણ કરતા કહ્યું છે કે સરકાર સારું રિફોર્મ કરી રહી છે. ભારતમાં સુધારા સરળ નથી. તે છત્તાં સરકારે ઘણી સારી રીતે તેને હેન્ડલ કરીને સ્થિતિને સંભાળી છે. તેમને આશા છે કે સરકાર પીએસયુ કંપનીઓની સ્ટ્રેટેજીક સેલ કરશે. જૂન 2020માં હું જેટલો ચિંતિત હતો, તેનાથી અત્યારે 80 ટકા ઓછો ચિંતિત છું. એપ્રિલ મહિનાથી વિદેશી રોકાણકારો નેટ બાયર્સ રહ્યા છે. કોર્પોરેટ્સને કારણે બેકિંગ પર પણ દબાણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp