આ શેરના ભાવમાં આવ્યો 19%નો મોટો ઉછાળો, જાણો કારણ

PC: financialexpress.com

રાને બ્રેક લાઈનિંગના શેરમાં મંગળવારે 19 ટકા કરતા વધુનો ઉછાળો જોવા મળ્યો છે. તેનું કારણ કંપનીના શેર બાયબેકના સમાચાર છે. કંપનીએ કહ્યું છે કે, 15 ઓક્ટોબરે બોર્ડની બેઠકમાં શેર બાયબેક પ્લાન પર વિચાર કરવામાં આવશે. સવારે 10.10 વાગ્યે રાને બ્રેક લાઈનિંગના શેર આશરે 19.3 ટકાના ઉછાળા સાથે 693.65 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા. સોમવારે આ શેર 581.05 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા.

રાને બ્રેક લાઈનિંગે સોમવારે સાંજે સ્ટોક એક્સચેન્જને બાયબેક પ્રોગ્રામ વિશે જાણકારી આપી. કંપનીએ કહ્યું, કંપનીની બોર્ડની બેઠક 15 ઓક્ટોબરે યોજાવાની છે અને તેમાં શેરોના બાયબેક સહિત અન્ય પ્રસ્તાવો પર વિચાર કરવામાં આવી શકે છે. જૂન 2020ના ત્રિમાસિકમાં કંપનીને 6.9 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી, જે એક વર્ષ પહેલા 7.9 કરોડ રૂપિયા નફામાં હતી. કંપની બ્રેક લાઈનિંગ, ડિસ્ક પૈડ અને ક્લચ ફેસિંગ બનાવે છે.

વીતેલા એક અઠવાડિયામાં આ શેર 18.5 ટકા વધ્યો છે, જ્યારે ગત એક વર્ષમાં તેમાં 37 ટકા સુધીની મજબૂતી જોવા મળી છે. પ્રમોટર્સની પાસે કંપનીની 67 ટકા હિસ્સેદારી છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ અને વિદેશી સંસ્થાગત નિવેશકોની કંપનીમાં હિસ્સેદારી નથી.

6 મહિનામાં 117 ટકા રિટર્ન

HCL ટેક્નોલોજીના શેરોમાં આ વર્ષે જોરદાર તેજી જોવા મળી છે. માર્ચમાં કોરોના વાયરસને પગલે જ્યારે શેરોના ભાવમાં ઘટાડો થયો તો તેની માર HCL ટેક પર પણ પડી હતી. 19 માર્ચે શેર 375 રૂપિયાના ભાવ પર આવી ગયો, જે 1 વર્ષનો લો છે. જોકે ત્યારબાદથી શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. 19 માર્ચની લો પ્રાઈઝથી 17 સપ્ટેમ્બર એટલે કે 6 મહિનાની અંદર HCLના શેર 117 ટકા વધીને 817 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા. HCL ટેક્નોલોજી માર્કેટ કેપના મામલામાં ત્રીજી સૌથી મોટી કંપની છે. પહેલા નંબર પર TCS છે, જેનો માર્કેટ કેપ 9.35 લાખ કરોડ છે. બીજા નંબર પર ઈન્ફોસિસ છે, જેનો માર્કેટ કેપ 4.32 લાખ કરોડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp