આવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO, 25000 કરોડ છે સાઇઝ SEBIએ આપી મંજૂરી

PC: livehindustan.com

ભારતનો સૌથી મોટો IPO ટૂંક સમયમાં બજારમાં આવવા જઈ રહ્યો છે, કારણ કે બજાર નિયમનકાર સેબીએ હ્યુન્ડાઈ મોટરની રૂ. 25,000 કરોડની ઓફર-ફોર-સેલના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસને મંજૂરી આપી દીધી છે. IPO ઓક્ટોબરમાં લોન્ચ થવાની ધારણા છે. દક્ષિણ કોરિયન ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈનો આગામી IPO LICના 2.7 બિલિયન ડૉલરના લિસ્ટિંગનો રેકોર્ડ તોડી શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી શેરબજારમાં સૌથી મોટો IPO LICનો હતો, જે 21,008 કરોડ રૂપિયાનો IPO હતો.

LIC પછી One97 (Paytmની મૂળ કંપની)નો રૂ. 18,300 કરોડનો IPO આવ્યો હતો. Paytmનો IPO નવેમ્બર 2021માં માર્કેટમાં આવ્યો હતો. આ સિવાય કોલ ઇન્ડિયાનો રૂ. 15,199 કરોડનો IPO નવેમ્બર 2010માં આવ્યો હતો અને રિલાયન્સ પાવરનો રૂ. 11,563 કરોડનો IPO ફેબ્રુઆરી 2008માં આવ્યો હતો. Hyundai Indiaના IPO માટે Hyundaiની કોરિયન પેરન્ટ કંપની તરફથી વેચાણ માટે ઓફર હશે. કંપની દ્વારા કોઈ નવા શેર બહાર પાડવામાં નહીં આવે.

ઓફર દ્વારા કંપની તેની લગભગ 17 ટકા ઇક્વિટી ઘટાડશે તેવી અપેક્ષા છે. 17 ટકા હિસ્સા માટે અંદાજિત 3 બિલિયન ડૉલરની ઓફર કંપનીનું મૂલ્ય આશરે 18 બિલિયન ડૉલર થવાની ધારણા છે. હાલમાં દેશની સૌથી મોટી ઓટોમેકર મારુતિ સુઝુકીનું માર્કેટ કેપ 4 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. આ પછી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ. 3.8 લાખ કરોડ અને ટાટા મોટર્સ રૂ. 3.6 લાખ કરોડ પર છે.

હ્યુન્ડાઈએ IPO પહેલા તેની વિસ્તરણ યોજના અંગે સંકેત આપ્યા છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 2025 સુધીમાં દેશમાં તેનું વાર્ષિક ઉત્પાદન વધારીને 10 લાખ યુનિટ કરવામાં આવશે. કંપની 2025થી સામાન્ય લોકોને પોસાય તેવી ઇલેક્ટ્રિક કાર પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. કંપનીએ ભારતમાં તેનો બિઝનેસ વધારવા માટે રૂ. 32,000 કરોડ ખર્ચવાની યોજના બનાવી છે. આ પૈસાથી કંપની મહારાષ્ટ્રમાં નવી ફેક્ટરી ખોલશે. કંપનીએ ગયા વર્ષે આ ફેક્ટરી જનરલ મોટર્સ પાસેથી ખરીદી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, ઓગસ્ટમાં 10 કંપનીઓએ લગભગ 17,047 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા, જે મે 2022 પછી પબ્લિક ઑફરિંગ માટેનો સૌથી વ્યસ્ત સમયગાળો છે.

નોંધ: શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે અને કૃપા કરીને તમે તમારું નાણાકીય રોકાણ કરતા પહેલા તમારા નિષ્ણાંત સલાહકારની સલાહ અવશ્ય લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp