25 કરોડ દંડ ન ભર્યો તો સેબીએ અનિલ અંબાણીના બેંક ખાતા સીઝ કરવાનો આદેશ આપ્યો

સેબીએ અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ બિગ એન્ટટેઇનમેન્ટના બેંક ખાતા, શેર અને મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડીંગ સીઝ કરવા આદેશ આપ્યો છે. 26 કરોડ રૂપિયાની વસુલાત માટે આ આદેશ આપવામાં આવ્યો છે.

3 મહિના પહેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ હોમ ફાયનાનાસ્ પર સેબીએ 25 કરોડ રૂપિયાનો દંડ કર્યો હતો અને અનિલ અંબાણીને 5 વર્ષ સુધી મૂડીબજાર પર કામકાજ કરવા પર પ્રતિબંધ મુકેલો છે. સેબીને તપાસમાં જાણવા મળ્યું હતું કે, અધિકારીઓના સહયોગથી અનિલ અંબાણીએ કંપનીના નાણાની હેરાફેરી કરી હતી.

સેબીએ 14 નવેમ્બરે નોટીસ મોકલી હતી અને 15 દિવસમા દંડની રકમ ભરવા તાકીદ કરી હતી, પરંતુ દંડ નહીં ભરાતા આખરે વ્યાજ અને રિકવરી કોસ્ટ મળીને સેબીએ 26 કરોડની વસુલાત માટે આકરું પગલું લીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp