બજેટ પહેલા શેરબજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સ 40000ને પાર

PC: moneycontrol.com

દેશમાં સામાન્ય બજેટ થોડીવારમાં રજૂ થવાનું છે. બજેટ પહેલા ભારતીય શેરબજારની રેકોર્ડ સ્તર પર શરૂઆત થઈ. રિપોર્ટ અનુસાર, કારોબારના શરૂઆતની બે મિનિટમાં સેન્સેક્સ 40000ના આંકડાને પાર કરી ગયો. તેમજ નિફ્ટી 12000ના આંકડાની નજીક પહોંચી ગયું.

જોકે, કારોબારના એક કલાકની અંદર સેન્સેક્સ 100 અંક તૂટીને નીચે આવી ગયો. નિફ્ટીમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળ્યો. જણાવી દઈએ કે, 4 જુન, 2019ના રોજ સેન્સેક્સ 40312ના સ્તર પર પહોંચ્યો હતો. આ સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ છે. રિપોર્ટ અનુસાર, નિવેશકોને એ વાતની આશા છે કે, મોદી સરકારના સામાન્ય બજેટમાં અર્થવ્યવસ્થાના પડકારને દૂર કરવા તરફ ધ્યાન આપવામાં આવે. આ જ કારણ છે કે દેશ અથવા વિદેશી નિવેશકોનો શેરબજાર પર વિશ્વાસ વધી રહ્યો છે. જોકે, આવી સ્થિતિમાં વેચવાલીની આંશકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

બજેટ અઠવાડિયામાં શેરબજારની ચાલની વાત કરીએ તો ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. જોકે, શરૂઆતી 4 કારોબારી દિવસ શેર બજાર વધારા સાથે બંધ થયો છે. સોમવારે સેન્સેક્સ 291.86 અંકોના વઘારા સાથે 39686ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી 76.75 અંકોના વધારા સાથે 11865.60 પર રહ્યો. તેમજ અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે એટલે કે ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન પર બંધ થયા. સેન્સેક્સ આશરે 69 અંકોના વધારા સાથે 39908ના સ્તર પર રહ્યો. તેમજ નિફ્ટી પણ આશરે 30 અંકોના વધારા સાથે 11947ના સ્તર પર બંધ થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp