શેરબજાર ઉંધા માથે પટકાયું, 793 પોઇન્ટનું ગાબડું, જાણો ક્રૅશનું કારણ

PC: equitymaster.com

ગુરુવારે શેરબજાર ઇદની રજાને કારણે બંધ હતું, પરંતુ શુક્રવારે બજાર ઉંધા માથે પટકાઇ ગયું હતું. BSE સેન્સેક્સમાં 793 પોઇન્ટનું તોતિંગ ગાબડું પડી ગયું હતું. હવે ચોથા ત્રિમાસિક ગાળાના કંપનીના પરિણામો જાહરે થવાના છે એ પહેલા જ બજારમાં કડાકા બોલી ગયા હતા. જેશની સૌથી મોટી આઇટી કંપની TCSના પરિણામો પણ શુક્રવારે જાહેર થવાના છે.

શેરબજારમાં ઘટાડા વચ્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના 30માંથી 25 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. સન ફાર્માનો શેર 4.24 ટકા ઘટીને રૂ. 1535 થયો હતો. આ સિવાય અન્ય શેર્સની વાત કરીએ તો મારુતિ શેર 2.74 ટકા ટાઇટન 2.40 ટકા,, પાવરગ્રીડ 2.25 ટકા JSW સ્ટીલ શેર 1.82 ટકા, ટેક મહિન્દ્રા 1.82 ટકા, ITC 1.75 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

શેરબજારમાં શુક્રવારે ગાબડું કેમ પડી ગયું? એ વિશે નિષ્ણાતોનું કહેવું છે કે, નબળા વૈશ્વિક સંકેતોના કારણે ભારતીય બજાર પણ દબાણમાં છે, શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 200 પોઈન્ટથી વધુ લપસી ગયો, બપોરે 2.20 વાગ્યે નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને 22553 પર ટ્રેડ કરી રહ્યો હતો. BSE ઇન્ડેક્સ 793 પોઇન્ટ ઘટીને 74244.90 અને નિફ્ટી 234.40 પોઇન્ટ ઘટીને 22519.40 પર બંધ રહ્યો હતો.

ભારતીય બજારમાં આજે તીવ્ર ઘટાડાનું સૌથી મોટું કારણ અમેરિકન શેરબજાર છે. જ્યાં છેલ્લા ચાર દિવસથી ઘટાડાનો સિલસિલો જારી રહ્યો છે. અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા કરતા વધુ રહ્યા છે. જે બાદ અમેરિકન માર્કેટમાં ઘટાડો તીવ્ર બન્યો છે.

10 એપ્રિલના રોજ જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે માર્ચમાં યુએસ હેડલાઇન ફુગાવો અગાઉના મહિનામાં 3.2 ટકાની સરખામણીએ વાર્ષિક ધોરણે 3.5 ટકા વધી ગયો હતો. આ ઉછાળાએ નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં કાપની શક્યતાને નકારી કાઢી હતી. આ ઉપરાંત આ વર્ષે રેટ કટ થશે કે કેમ તે અંગે શંકા છે. અમેરિકામાં ફુગાવાના આ આંકડા જાહેર થયા પછી, અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં વધારો થયો, જ્યારે શેરબજારમાં ઘટાડો થયો.

જ્યારે જાન્યુઆરીમાં મોંઘવારી દર 3.1 ટકા અને ફેબ્રુઆરીમાં 3.2 ટકા હતો. આવી સ્થિતિમાં, ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં ઘટાડો થવાની ઘણી ઓછી આશા છે. જેના કારણે બજારમાં વેચવાલીનું વાતાવરણ છે અને તેની અસર વૈશ્વિક બજારો પર પડી રહી છે.

શેરબજાર તુટવા છતા પાંચ શેરો એવા હતા જેમાં મજબુતાઇ જોવા મળી હતી. આ પાંચ શેરોમાં ટાટા મોટર્સ, નેસ્લે ઇન્ડિયા, TCS, બજાજ ફાયનાન્સ અને ઇન્ડસઇન્ડ બેંકનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp