સેન્સેક્સ સતત છઠ્ઠા દિવસે તૂટ્યો, રોકાણકારોને થયું 4.66 લાખ કરોડનું નુકસાન

PC: financialexpress.com

ભારતીય શેરબજારમાં સતત ધોવાણ ચાલી રહ્યું છે. દુનિયાભરના માર્કેટમાં આવેલા કડાકા બાદ BSE ના સેન્સેક્સમાં સતત છઠ્ઠા દિવસે ધોવાણ થયું હતું. બુધવારે એશિયન માર્કેટમાં ભારે વેચવાલી નોંધાઇ હતી જેને લીધે માર્કેટ તૂટ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા વેપાર તણાવને લીધે દુનિયાભરના બજારોમાં ગભરામણ ઉભી થઇ છે જેને લીધે ભારતીય માર્કેટની સાથે સાથે અન્ય દેશોના માર્કેટમાં જબરદસ્ત મંદીનો માહોલ જોવા મળી રહ્યાં છે અને લોકો પૈસા કાઢીને સોનામાં લગાવી રહ્યાં છે.

BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઇન્ડેક્સ સેંસેક્સ 487 પોઇન્ટ તૂટીને 37,789 પર બંધ થયો હતો. તો NSE ના 50 મુખ્ય શેરો વાળાં પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી પણ 138 પોઇન્ટ તૂટીને 11,359 પર બંધ થયો હતો.

જાણકારો પ્રમાણે, મે મહિનાની શરૂઆત ખરાબ રહી છે અને આ દરમિયાન લિસ્ટેડ કંપનીઓના શેરોની વેલ્યુ 1,52,09,721.43 થી તૂટીને 1,47,49,074.21 કરોડ રૂપિયા પર આવી ગઇ છે. આને લીધે રોકાણકારોના 4.66 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp