26th January selfie contest

ચૂંટણી માહોલ વચ્ચે 10 દિવસમાં સેન્સેક્સમાં 1500 પોઇન્ટનું ગાબડું

PC: moneycontrol.com

1 મેના રોજ મજૂર દિવસના લીધે બજાર બંધ હતું. ચોથી અને 5 મી મેના રોજ શનિવાર-રવિવારના રોજ શેરબજાર બંધ રહ્યું હતું. આ અઠવાડિયે શુક્રવારે કારોબારના છેલ્લા દિવસે સેન્સેક્સ 96 પોઈન્ટ તૂટીને 37,463 ના સ્તરે પહોંચ્યો જ્યારે નિફિટ પણ 22.90 તૂટીને  11,278.90 પોઇન્ટ બંધ થયો

 શુક્રવારે કારોબારના અંતે ટાટા સ્ટીલનો શેર 6 ટકા તૂટ્યો હતો  જ્યારે HCL અને YES બેન્કના શેર અનુક્રમે 4.34 ટકા અને 3.70 % તૂટીને બંધ થયો હતો.  એ જ રીતે Indusland બેન્ક 2.96 % અને ONGC માં 1.74 % નો કડાકો થયો હતો.

 આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, TCS , પાવર ગ્રીડ, વેદાંતા, એશિયન પેઇન્ટ્સ, NTPC અને હીરો મોટો કોર્પના શેર તૂટીને બંધ થયા હતા. વધારાવાળા શેરોમાં ભારતી એરટેલના શેરમાં 2% નો વધારો જોવા મળ્યો, આ ઉપરાંત HDFC, ICICI અને AXIS બેન્કના શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો.

દેશની સૌથી મોટી બેન્ક  SBI ના ઉત્તમ ત્રિમાસિક પરિણામોની અસર શેરમાર્કેટ પર પડી હતી અને તેનો શેર 2.94 % પર બંધ થયો હતો. SBI 2018-19 ના ચોથા ત્રિમાસિક ગાળામાં 838,40 કરોડ રૂપિયાની ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. બેડ લોન્સ અથવા બેંક નોન-પરફોર્મિંગ એસેટ્સ સ્તર નીચે આવતા બેંકને ફાયદો થયો હતો.

 2017-18 માર્ચ ક્વાર્ટરમાં - બેંકે જાન્યુઆરી 7,718.17 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ કરી હતી. માહિતી અનુસાર આ ત્રિમાસિકમાં બેંકને 11 ટકાનો ફાયદો થઇ 75 હજાર 670 કરોડ થયો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp