RBIના નિર્ણયને પગલે બજારમાં હાહાકારઃ સેન્સેક્સમાં 900 પોઈન્ટ્સનો ઘટાડો

PC: india.com

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સમીક્ષા નીતિમાં રેપો રેટને સ્થિર રાખવાના નિર્ણયથી શેર બજારમાં હાહાકાર મચી ગયો છે. સેન્સેક્સ 900 અંકોથી વધુ નીચે ગયો, બીજી તરફ રૂપિયો પણ 74ને પાર ચાલ્યો ગયો છે. શેર બજારમાં સવારથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, RBI રેપો રેટમાં 25 બેઝિક પોઈન્ટનો વધારો કરશે, પરંતુ એવું ન થયું. હાલ, રૂપિયો ડોલરની સરખામણીમાં 74.20ની સપાટી ક્રોસ કરી ગયો છે.

વ્યાજ દરોમાં કોઈ બદલાવ ન થવાને કારણે બજારમાં ઘટાડો વધી ગયો અને સેન્સેક્સ 900 અંકોથી વધુ તૂટ્યો જ્યારે નિફ્ટી 10300ની નીચે ગબડી ગયો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 34265.07ના નીચલા સ્તર પર પહોંચી ગયો જ્યારે નિફ્ટી 10276.30ના સ્તર સુધી પહોંચ્યો. ટ્રેડિંગ દરમિયાન શેરોમાં Sun Pharma, Indusind bank , Infosys, Yes Bank, TCS, Kotak Bank, L&T, Bharti, Airtel, Tata Motorsમા વધારો નોંધાયો. બીજી તરફ ONGC, Reliance Industries, HUL, ITC, SBI, Maruti, Wipro, HDFC Bankના શેરોમાં ઘટાડો નોંધાયો છે.

આ અંગે વિશેષજ્ઞોનું કહેવું છે કે, RBIના પગલાં અનઅપેક્ષિત હતાં. બજાર નેગેટિવ મૂડમાં ક્યારેય નહોતું. મોંઘવારી સતત વધી રહી છે, જેના પર લગામ કસવા માટે RBIએ જરૂરી પગલાં લેવા જોઈતા હતાં. હવે એવું લાગી રહ્યું છે કે, રૂપિયો 76 સુધી જઈ શકે છે. કેન્દ્રીય બેંક દ્વારા મૌદ્રિક નીતિની જાહેરાત બાદ રૂપિયો 55 પૈસા તૂટીને 74.13 પ્રતિ ડોલરના નવા સર્વકાલીન નીચલા સ્તર પર પહોંચી ગયો. ક્રૂડ ઓઈલના ભાવ વધવાની વચ્ચે રોકાણકારોમાં વિદેશી કોષોની નિકાસ તેમજ ચાલુ ખાતાની ખોટને લઈને ચિંતા જોવા મળી રહી છે.

સરકારી ઓઈલ કંપની ONGCના શેર 14.5 ટકા ઘટ્યો છે, ઓક્ટોબર 2012 બાદ સ્ટોકમાં આ સૌથી મોટો ઘટાડો છે. સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પોતાની તરફથી 1 રૂપિયો પ્રતિ લીટર ભાવ ઓછો કરવા કહ્યું છે, જેને કારણે સ્ટોક તૂટ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp