26th January selfie contest

ગ્રીન સિગ્નલમાં ખુલ્યુ શેર બજાર, સેન્સેક્સ 183 નિફ્ટી 44 અંક ઉછળ્યો

PC: videoblocks.com

સળંગ ત્રણ દિવસના ઘટાડા બાદ શુક્રવારે શેરબજાર ગ્રીન સિગ્નલમાં ખુલ્યુ. બીએસઇનું 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી સૂચકઆંક સેન્સેક્સ 182.73 અંકોની વૃધ્ધિ સાથે 35494.86 પર ખુલ્યો. ત્યાંજ એનએસઇનો 50 કંપનીઓના શેર પર આધારિત સંવેદી સૂચકઆંક નિફ્ટી 43.65 અંકોના ઉછાળા સાથે 10644.80 પર ખુલ્યો. ગૂરૂવારે સેન્સેક્સ 572.28 અંકના ભારે ઘટાડા બાદ 35312 પર બંધ થયો હતો. જ્યારે કે નિફ્ટીમાં 181.75 અંકોના ઘટાડા સાથે 1.69 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો અને તે 10601 પર બંધ થયો હતો.

શરૂઆતી કારોબારમાં બીએસઇની 22 કંપનીઓના શેરમાં લેવાલી, જ્યારે આઠ કંપનીઓના શેરમાં વેચવાલી જોવા મળી હતી. ત્યાંજ એનએસઇ પર 37 કંપનીઓના શેરમાં ગ્રીન સિગ્નલ જોવા મળ્યું. જ્યારે 13 કંપનીઓના શેર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા. સવારે 9.30 એ બીએસઇ 35467.87 તો એનએસઇ 10634.05 પર કારોબાર કરી રહ્યા હતા.

બીએસઇ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 1.28 ટકા, કોટક મહિન્દ્રા બેંકમાં 1.23 ટકા, મારૂતિમાં 1.11 ટકા, આઇટીસીમાં 1.07 ટકા અને એચડીએફસી બેંકમાં એક ટકાની વૃધ્ધિ જોવા મળી. ત્યાંજ વિપ્રોના શેરમાં 1.69 ટકા, એક્સિસ બેંકમાં 0.59 ટકા, ટાટા મોટર્સ ડિવીઆર 0.51 ટકા, ટાટા સ્ટિલમાં 0.39 ટકા અને પાવર ગ્રીડ શેરમાં 0.38 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો.

ત્યાંજ એનએસઇ પર આઇઓસીના શેરમાં 2.10 ટકા, ડો.રેડ્ડીઝ લેબમાં 1.96 ટકા, ઝી લિમીટેડમાં 1.46 ટકા, ગ્રાસિમમાં 1.36 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 1.35 ટકા સુધીનો બુલરન જોવા મળ્યો. જ્યારે કે એચસીએલ ટેકના શેરમાં 4.69 ટકા, ગેલમાં 2.51 ટકા, વિપ્રોમાં 2.08 ટકા, ટેક મહિન્દ્રામાં 1.34 ટકા અને એક્સિસ બેંકમાં 1.16 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp