સેન્સેક્સ ટુડે: નજીવા સુધારા સાથે સેન્સેક્સ ખુલી 35960 પર પહોંચ્યો

PC: blominvestbank.com

ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે મિશ્ર વલણમાં જોવા મળ્યો. તેમાં સેન્સેકસ 31 અંકના આંશિક વૃધ્ધિ સાથે 35960 અને નિફ્ટી નજીવા સુધારા સાથે 10748 પર ખુલ્યો. જણાવી દઇએ કે નિફ્ટી ગૂરૂવારે 10800ની નીચે આવ્યો હતો. સેન્સેક્સની વાત કરવામાં આવે તો તેમાં ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેંક, વિપ્રો, એચડીએફસી, એશિયનપેઇન્ટ્સ, ટીસીએસ, અને આઇટીસી ગ્રીન સિગ્નલમાં ખુલ્યા.

ત્યાંજ એચડીએફસી, ટાટા સ્ટિલ, બજાજ ઓટો, મારૂતિ, કોટક બેંક, કોલ ઇન્ડિયા, એક્સીસ બેંક, ટાટા મોટર્સ, સન ફાર્મા, ONGC,યસ બેંક, રિલાયન્સ વગેરે રેડ સિગ્નલ પર હતા

જણાવી દઇએકે આ પહેલા શેરબજાર ગૂરૂવારે સેન્સેક્સ 150 તો નિફ્ટી 54 એક પર ખુલીને બંધ થયો હતો. આ વૃધ્ધિ આરબીઆઇના નવા ગવર્નર શશિકાંત દાસથી સિસ્ટમમાં કેશની કમી પૂર્ણ કરવા અને મુખ્ય વ્યાજદરમાં નરમાઇ વર્તવાની આશાથી ઉત્સાહિત કારોબારી સત્રના કારણે રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp