કઇ છે દેશની ટોપ 10 અનલિસ્ટેડ કંપનીઓ? સીરમ પહેલા ક્રમે છે

PC: businesstoday.in

અદર પૂનાવાલાની આગેવાની વાળી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દેશની સૌથી મૂલ્યવાન અનલિસ્ટેડ કંપની છે. બરગંડી પ્રાઇવેટ હૂરૂન ઇન્ડિયા 500ની હાલની જારી થયેલી લિસ્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. અનલિસ્ટેડ કંપની એ કંપનીઓને કહેવાય છે કે, જે કંપનીઓને શેરબજારમાં લિસ્ટ નથી કરવામાં આવી. દેશની ટોપ 10 સૌથી મૂલ્યવાન અનલિસ્ટેડ કંપનીઓના લિસ્ટમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ, સ્વિગી અને ઓયોએ પણ જગ્યા બનાવી છે.

  1. સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા - બરગંડી પ્રાઇવેટ હુરૂન ઇન્ડિયા 500 અનુસાર, સીરમ ઇન્સ્ટીટ્યુટની માર્કેટ વેલ્યુ લગભગ 2.19 લાખ કરોડ રૂપિયા છે અને તે દેશની સૌથી મૂલ્યવાન અનલિસ્ટેડ કંપની છે.
  1. બાયજૂઝ - ઓનલાઇન એજ્યુકેશન સર્વિસ પ્રોવાઇડર કંપની બાયજુઝને 1.82 લાખ કરોડની માર્કેટ વેલ્યુ સાથે દેશની બીજી સૌથી મોટી મૂલ્યવાન કંપની બતાવાઇ છે.
  1. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) - નેશનલ સ્ટોક એક્સચેન્જ દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ છે. આ કંપની પોતાનો NSE લાવવાની તૈયારીમાં પણ છે. હુરૂન રિપોર્ટમાં કેપનીની માર્કેટ વેલ્યુ 1.39 લાખ કરોડ રૂપિયા બતાવવામાં આવી છે અને આ દેશની ત્રીજી સૌથી મૂલ્યવાન કંપની છે.
  1. સ્વિગી - ઓનલાઇન ફૂડ ડિલીવરી સર્વિસ પ્રોવાઇડર કરાવનારી કંપની સ્વિગી દેશની ચોથા નંબરની સૌથી મોટી અનલિસ્ટેડ કંપની છે. તેનું માર્કેટ વેલ્યુએશન લગભગ 88,600 કરોડ રૂપિયા છે.
  1. ઓયો - અબજોપતિ રિતેશ અગ્રવાલની આગેવાની વાળી હોસ્પિટાલિટી ફર્મ ઓયો હોટલ્સ, દેશની સૌથી મૂલ્યવાન અનલિસ્ટેડ કંપનીઓની લિસ્ટમાં 5માં નંબર પર છે અને તેની માર્કેટ વેલ્યુ 77,800 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.
  2. ડ્રીમ11 - રિપોર્ટ અનુસાર, ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મ ડ્રીમ11ની માર્કેટ વેલ્યુ લગભગ 66,200 કરોડ રૂપિયા છે અને આ દેશની 6ઠ્ઠી સૌથી મૂલ્યવાન અનલિસ્ટેડ કંપની છે.
  1. પાર્લે પ્રોડક્ટ્સ - FMCG સેક્ટરની દિગ્ગજ કંપની પાર્લે પ્રોડક્ટ્સની માર્કેટ વેલ્યુ લગભગ 62,600 કરોડ રૂપિયા આંકવામાં આવી છે અને આ કંપની દેશની સાતમી સૌથી મૂલ્યવાન કંપની છે.
  1. રેઝરપે - રેઝરપે પણ આવનારા 2-3 વર્ષોમાં પોતાનો IPO લાવવાની તૈયારીમાં છે. હુરૂનના રિપોર્ટ અનુસાર, કંપનીની માર્કેટ વેલ્યુ આ સમયે લગભગ 62,100 કરોડ રૂપિયા છે અને આ દેશની આઠમી સૌથી મૂલ્યવાન કંપની છે.
  1. ઓલા - અનલિસ્ટેડ કંપનીઓમાં ઓલા દેશની નવમી સૌથી મૂલ્યવાન કંપની છે. હુરૂનના રિપોર્ટમાં ઓલાની માર્કેટ વેલ્યુ લગભગ 60,500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
  1. ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ - અમદાવાદ મુખ્યાલય વાળી ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ દેશની 10મી સૌથી મૂલ્યવાન કંપની છે અને તેની માર્કેટ વેલ્યુ લગભગ 59,300 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp