ચૂંટણી પહેલા આવી શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો વધારો

PC: new-img.patrika.com

શેર બજારના અઠવાડિયાની શરૂઆત વધારા સાથે કરી છે. સેન્સેક્સ સોમવારે 70 અંકોના વધારા સાથે 36741.57 પર ખુલ્યું. થોડી વારમાં જ તે 309 પોઈન્ટ વધીને 36797.98 સુધી પહોંચી ગયો. નિફ્ટીમાં 101 અંકોનો વધારો જોવા મળ્યો છે. તે 11736.00 સુધી વધ્યો. BSE પર કોલ ઈન્ડિયા, ONGC અને SBIના શેરોમાં 2% કરતા વધુનો વધારો નોંધાયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં 1.35 ઉછાળો આવ્યો.

BSEના તમામ 19 સેક્ટર ઈન્ડેક્સ ફાયદામાં દેખાયો. ટેલીકોમ ઈન્ડેક્સમાં 1.5% નો વધારો નોંધાયો છે. એનર્જી, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં 1-1% નો વધારો આવ્યો.

વિશ્લેષકોનું કહેવુ છે કે, સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ શેર બજારમાં ચૂંટણી પહેલાની તેજી જોવા મળી રહી છે. તે આગળ જતા ચાલુ રહી શકે છે. જુના આંકડાઓ પરથી એ વાત ચોક્કસપણે કહી શકાય કે હાલની સરકારની જીતની સંભાવનાઓ વધુ હોવાને કારણે બજારમાં ચૂંટણી પહેલા તેજીનો દોર આવ્યો છે. પાકિસ્તાન સાથે તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે ભાજપ સરકારને ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp