આ મહિલાની ધરપકડથી દુનિયાભરના શેર બજારમાં ભૂકંપ! સેન્સેક્સમાં 572 પોઈન્ટનો કડાકો

PC: india.com

યૂરોપ અને એશિયાના શેર માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાન, ચીન અને દક્ષિણ કોરિયાના શેર માર્કેટ 2.5 ટકા ગગડ્યો છે. આ સંકેતોની અસર ભારતીય શેર માર્કેટ ઉપર પડી રહી છે. બીએસઈનો 30 શેરવાળો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 572.28 પોઈન્ટના કડાકા સાથે 35312.13 પર બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈનો 50 શેરવાળો મુખ્ય ઈન્ડેક્સ નિફ્ટી 181.75 પોઈન્ટના ઘટાડા સાથે 10601.15ના સ્તર પર બંધ રહ્યો હતો. એક્સપર્ટનું કહેવું છે કે, આ મોટા કડાકા પાછળ કેનેડામાં ચીનની સૌથી મોટી ટેલિકોમ કંપની હ્યુવાય ટેક્નોલૉજીઝની સીએફઓની ધરપકડ છે, કેમ કે આનાથી અમેરિકા અને ચીન વચ્ચે ફરીથી ટ્રેડ વોર થવાની આશંકા વધી ગઈ છે. સાથે જ ક્રૂડ એક્સપોર્ટ કરનાર ઓપેક દેશોની બેઠક પર પણ રોકાણકારોની નજર ટકેલી છે.

#કેનેડામાં હ્યુવાય ટેક્નોલૉજીઝના સીએફઓની ઈરાન પર યૂએસ પ્રતિબંધ તોડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે
#અમેરિકાએ કેનેડાથી ધરપકડ કરાયેલ સીએફઓના પ્રત્યર્પણની માંગ કરી છે
#ટ્રેડ વોર પર યૂએસ-ચીનમાં સમજોતા વચ્ચે આ ધરપકડ થઈ છે
#સીએફઓની ધરપકડ સમજોતાની ગાડીને રોકી શકે છે. હ્યુવાઈના અમેરિકન વ્યપાર પર પ્રતિબંધ લાગી શકે છે

ભારતીય શેર માર્કટ ગગડ્યા- ગુરૂવારે વ્યાપારમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, મારૂતિ સુઝુકી, ટ્રેક મહિન્દ્રા, એચસીએલ ટેરમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો. જ્યારે સન ફાર્મા, જેએસડબ્લ્યૂ સ્ટીલ અને ગેલ સૌથી ઉંચા લેવલે બંધ રહ્યાં હતા. એનબીએફસી અને બેંક શેરોમાં પ્રેશર સ્પષ્ટ જોવા મળ્યો. ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાયનાન્સ, એમએન્ડએમ ફાયનાન્સ, શ્રેઈ ઈન્ફ્રા, ઈક્કિટાસમાં 4થી 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે બેંક શેરોની પણ બરાબરની ધોલાઈ થઈ ગઈ. ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક બધામાં 2 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો. સરકારી બેંકોમાં પીએનબી, બેંક ઓફ બરોડા અને એસબીઆઈ સૌથી વધારે ધોવાઇ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp