અમેરિકન શેર બજારમાં કડાકાની અસર આપણા શેર માર્કેટ પર પડી

PC: gogosale.live

અમેરિકન બજારોમાં બુધવારે મોટો કડાકો જોવા મલ્યો છે. ફેડરલ રિઝર્વે ફરીથી વ્યાજ દરોમાં વધારાનો ઘોષણા કર્યા બાદ અમેરિકન શેર બજારના પ્રમુખ ઇન્ડેક્સ ડાઉ જોન્સમાં 552 પોઇન્ટનો કડાકો જાવા મળ્યો હતો અને 30183ના સ્તર પર બંધ આવ્યું હતું. તે સિવાય S&P 500 ઇન્ડેક્સ 1.71 ટકા એટલે કે, 66 પોઇન્ટ તૂટીને 3789.93 અને નાસ્ડેક કોમ્પોઝિટ 1.79 ટકા એટલે કે, 204 પોઇન્ટ તુટીને 11220ના સ્તર પર બંધ આવ્યું હતું. જો તેની અસર આજે ઘરેલુ બજાર પર પડી હતી અને સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો આવવાની સંભાવના નજરે પડી હતી.

ફેડરલ રિઝર્વ તરફથી સતત ત્રીજી વખત વ્યાજ દરોમાં વૃદ્ધિ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આગળ પણ વધારાના સંકેત અપાઇ રહ્યા છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો 75 બેસિસ પોઇન્ટ વધારની 3 ટકાથી 3.25 ટકાના દાયરામાં કરવામાં આવ્યા છે. આ આર્થિક મંદીના સમય બાદ સૌથી વધારે છે. વર્ષ, 2008માં વિશ્વમાં મોટી મંદી આવી હતી.

અમેરિકન શેર બજારોમાં બુધવારે આવેલા તોફાનમાં મોટા મોટા સ્ટોક પણ ધરાશાયી થઇ ગયા છે. એમેઝોનનો શેર 2.99 ટકા તુટીને 118.54 ડોલર પર બંધ આવ્યો છે. જ્યારે ટેસ્લાનો શેર 2.57 ટકા તૂટીને 300.80 ડોલર પર આવી ગયો છે. ગૂગલનો શેર પણ 1.84 ટકા તૂટ્યો છે, જ્યારે માઇક્રોસોફ્ટમાં પણ 1.44 ટકાનો કડાકો આવ્યો છે. ફેસબુક એટલે કે, મેટાના શેરમાં પણ 2.72 ટકાનો કડાકો આવ્યો છે અને 142.12 ડોલર પર બંધ આવ્યો છે.

અમેરિકન ફેડરલ રિજર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારાની અસર આજે ભારતીય શેર બજારો પર જોવા મળી હતી. નબળા સેન્ટિમેન્ટ વચ્ચે 22મી સપ્ટેમ્બરના રોજ સતત બીજા સત્ર માટે ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ દબાણ હેઠળ જોવા મળ્યા છે. વીકલી એક્સપાઇરીના દિવસે સેન્સેક્સ 337.06 પોઇન્ટ કે 0.57 ટકાના કડાકા સાથે 59,119.72 પર બંધ આવ્યું છે. નિફ્ટી 88.50 પોઇન્ટ કે 0.50 ટકાના ઘટાડા સાથે 17,629.80 પર બંધ આવ્યો છે. BSE પર FMCG ઇન્ડેક્સ 1.3 ટકા ચડશે. HUL ટોપ ગેઇનરમાં શામેલ રહ્યો છે. જ્યારે, ઓટો ઇન્ડેક્સ 0.7 ટકા ચડ્યું છે. જ્યારે બ્ન્કિંગ, મેટલ, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp