શેરબજારમાં રોકાણકારોની સંખ્યા 5 વર્ષમાં 4 ગણી વધી ગઈ

PC: tradebrains.in

છેલ્લાં 5 વર્ષમાં શેરબજારમાં રોકાણકારોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 5 વર્ષમાં શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા 4 ગણી વધી ગઇ છે. અત્યારે ભારતીય શેરબજારમાં રોકાણકારોની સંખ્યા 16 કરોડ કરતા વધારે છે. જેમાં 50 ટકા રોકાણકારો તો માત્ર 5 રાજ્યોના છે.

2018માં કુલ 3.19 કરોડ ડિમેટ ખાતા હતા, જે ડિસેમ્બર 2023 સુધીમાં વધીને 13.93 કરોડ થયા હતા અને માર્ચ 2024 સુધીમાં એ આંકડો વધીને 16.42 કરોડ પર પહોંચી ગયો છે.કોરોના પછી રોકાણકારોનો શેરબજારમાં રસ વધ્યો છે.

મહારાષ્ટ્રમાં કુલ 3.12 કરોડ રોકાણકારો છે, ઉત્તર પ્રદેશમાં 1.73 કરોડ, ગુજરાતમાં 1.56 કરોડ, રાજસ્થાનમાં 97 લાખ, ઉત્તર પ્રદેશમાં 85 લાખ રોકાણકારો છે.

મહિલા રોકાણકારોની સંખ્યા પણ વધી રહી છે. 2018માં 17.67 ટકા મહિલા ઇન્વેસ્ટર્સ હતી જે 2023માં વધીને 21.66 ટકા થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp