શેરબજારમાં આગામી સપ્તાહમાં આ 6 ફેક્ટર બજારની ચાલ નક્કી કરશે
આગામી સપ્તાહમાં શેરબજારમાં તેજી જોવા મળી શકે છે. બજારના જાણકારોનું કહેવું છે કે, અમેરિકાનો બેરોજગારીનો દર, ગ્લોબલ ઇકોનોમિક ડેટા, ડોમેસ્ટિક ઇકોનોમિક ડેટા, વિદેશી અને સ્થાનિક નાણા સંસ્થાઓનો નાણાંકીય પ્રવાહ અને આવનારા IPO પર બજારની નજર રહેશે.
આ ફેક્ટર એવા છે જે આગામી સપ્તાહની બજારની ચાલ નક્કી કરવામાં મહત્ત્વનો ફાળો આપશે
અમેરિકાનો બેરોજગારીનો દર: વૈશ્વિક સ્તરે રોકાણકારોની નજર અમેરિકાના બેરોજગારી દર, નોન- ફાર્મ પેરોલ્સ, ઓગસ્ટમ મહિનાના વાહનોના વેચાણના આંકડા, વિકલી જોબ ડેટા, જુલાઇ મહિના ફેકટરી ઓડર્સ આ બધા ડેટાઓની માર્કેટ સેન્ટીમેન્ટ પર અસર જોવા મળશે.
આ બધા ડેટા ફેડરલ રિઝર્વની સપ્ટેમ્બર પોલીસી મીટિંગ પહેલાં ખુબજ જ મહત્ત્વના છે. નિષ્ણાતોના કહેવા મુજબ સેન્ટ્રલ બેંક વ્યાજ દરના ઘટાડાની જાહેરાત કરી શકે છે. જુલાઇ મહિનામાં બેરોજગારીનો દર અગાઉના મહિનાના 4.1 ટકાથી વધીને 4.3 ટકા થયો હતો.
ગ્લોબલ ઇકોનોમિક ડેટા: અમેરિકાના ઇકોનોમિક ડેટા ઉપરાંત જાપાન-ચીન સહિત અનેક વિકસિત અને વિકાસશીલ દેશોના મેન્યુફેકચરીંગ અને સર્વિસીઝના PMI ડેટા પ્રસિદ્ધ થશે. ઉપરાંત યુરોપનો જૂન મહિનામાં પુરો થતો ત્રિમાસિક ગાળાનો GDP રજૂ થશે તેની પર પણ બજારની નજર રહેશે.
ડોમેસ્ટીક ઇકોનોમિક ડેટા: ઓગસ્ટ મહિના માટે HSBC મેન્યુફેકચરીંગ અને સર્વિસીઝના અંતિમ PMI ડેટા જાહેર કરવામાં આવશે. મેન્યુફેકરીંગ ડેટા 2 સપ્ટેમ્બર અને સર્વિસીઝના PMI ડેટા 4 સપ્ટેમ્બરે જાહેર થશે.ફલેશ ડેટાના કહેવા મુજબ મેન્યુફેકચરીંગ PMI ઓગસ્ટમાં અગાઉના મહિનાના 58.1થી ઘટીને 57.9 થયો હતો.જ્યારે સર્વિસીઝમાં PMI અગાઉના60.3થી વધીને 60.4 થયો હતો.
આ ઉપરાંત 23 ઓગસ્ટે પુરા થયેલા 15 દિવસના સમયગાળા માટેની બેંક લોન અને ડિપોઝીટ ગ્રોથની સાથે 30 ઓગસ્ટના સપ્તાહ માટે ફોરેન એક્સ્ચેન્જ રિઝર્વના આંકડા પણ 6 સપ્ટેમ્બરે બહાર આવે.
IPO: આગામી સપ્તાહમાં રજૂ થનારા IPO રિસ્પોન્સની પણ અસર જોવા મળશે.
ઓટો સ્ટોક્સ: આગામી સપ્તાહની શરૂઆતમાં ઓટો સ્ટોક્સ ફોકસમાં રહેશે. કારણકે, ઓટોમોબાઇલ કંપનીઓ 1લી સપ્ટેમ્બરથી ઓગસ્ટ મહિનાના વેચાણના આંકડા જાહેર કરશે.
વિદેશી અને સ્થાનિક રોકાણકાર સંસ્થાઓનો અભિગમ
બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકાર (FII) અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકાર (DII) બજારમાં કેવું વલણ અપનાવે છે તેની પર નજર રહેશે. છેલ્લાં કેટલાંક સપ્તાહથી નેટ સેલર્સ રહેલી FII હવે કેશ સેગમેન્ટમાં નેટ બાયર્સ જોવા મળી રહી છે.
FIIએ ગયા સપ્તાહે રૂ. 9,217 કરોડના શેર ખરીદ્યા છે, જેના કારણે ચાલુ મહિનામાં કુલ આઉટફ્લો ઘટીને રૂ. 21,369 કરોડ થયો છે. તે જ સમયે, DIIએ છેલ્લા સપ્તાહમાં રૂ. 1,198 કરોડ અને ઓગસ્ટના સમગ્ર મહિનામાં રૂ. 48,279 કરોડના શેર ખરીદ્યા છે.
છેલ્લા આખા ટ્રેડિંગ સપ્તાહમાં સેન્સેક્સ 1,280 પોઈન્ટ્સ અને નિફ્ટી 413 પોઈન્ટ્સ ઉપર હતો. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે (30 ઓગસ્ટ) બજારે રેકોર્ડ બનાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp