ટાટાની આ કંપની 7000 કરોડનું ફંડ મોટું ફંડ ભેગું કરશે, મર્જર પછી IPO લાવશે
TATA Capital Financial Services (TCFSL) અને ટાટા ક્લીનટેક કેપિટલને મર્જ કરવાના પ્રયાસો વચ્ચે તેની વૃદ્ધિની ગતિને વેગ આપવા માટે FY24 માં બોન્ડ્સમાંથી રૂ. 7,000 કરોડ રૂપિયાનું મોટું ફંડ ભેગું કરવાની યોજના ધરાવે છે.
TCFSL મુખ્યત્વે રિટેલ, SME અને કોર્પોરેટ ધિરાણમાં રોકાયેલી કંપની છે અને માર્ચ 2023ના અંતે રૂ. 78,499 કરોડની રજિસ્ટર્ડ અસ્કયામતો ધરાવે છે, જે એક વર્ષ અગાઉના આધાર પર 32.03 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
ટાટા ગ્રુપની કંપની ટાટા ફાઇનાન્શિયલ સર્વિસિઝે બોન્ડ દ્રારા 7,000 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવાની યોજના બનાવી છે. આ ફંડ નોન કર્ન્વટિબલ ડિબેન્ચર (NCD) હેઠળ ભેગું કરવાની સંભાવના છે. ઉપરાંત કંપની બોન્ડ દ્રારા પણ ફંડ ભેગું કરવાની યોજના પર કામ કરી રહી છે.આ વચ્ચે CRISIL રેટિંગ્સે 7000 કરોડ રૂપિયાના પ્રસ્તાવિત NCDમાં પોતાનું AAA સ્થિર રેટિંગ આપ્યું છે.
તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે ટાટા કેપિટલ પોતાની સહાયક કંપની ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને ટાટા ક્લીનટેક કેપિટલને મર્જ કરવાની યોજના બનાવી રહી છે.CRISILના કહેવા મુજબ આ મર્જર ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસિઝ માટે સુધારેલા રેગ્યુલેટરી ફ્રેમવર્કને પુરા કરવા માટે ટાટા ગ્રુપની વ્યાપક યોજનાઓનો હિસ્સો છે.મર્જરથી સંસ્થાકીય માળખાને વધારે આસાન બનાવી શકાશે.એની સાથે ઓપરેશનલ અને મેનેજમેન્ટ ક્ષમતામાં સુધારો થશે. એ પછી કંપનીનો IPO લોંચ કરશે. એવી ધારણા રાખવામાં આવી રહી છે કે વર્ષ 2025માં કંપની IPO દ્રારા શેરબજારમાં લિસ્ટીંગ કરાવી શકે છે.
નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) એ ભારતમાં મુખ્ય સ્ટોક એક્સચેન્જો (BSE અને NSE) સાથે સૂચિબદ્ધ નિશ્ચિત આવકની સિક્યોરિટીઝ છે. આ NCDs એ મધ્યમ જોખમ સહિષ્ણુતા ધરાવતા રોકાણકારો માટે વિકલ્પ બની શકે છે જેઓ બેંક અને કોર્પોરેટ એફડીનો વિકલ્પ શોધી રહ્યા છે. કોર્પોરેટ હાઉસો જાહેર ભરણાં દ્વારા લાંબા ગાળાની મૂડી મેળવવા માટે NCD ઇશ્યુ કરે છે, જે નિશ્ચિત આવકની સિક્યોરિટીઝ છે. તેઓ ચોક્કસ સમયગાળા માટે જારી કરવામાં આવે છે, એકથી સાત વર્ષ માટે, અને સમયાંતરે અથવા પરિપક્વતા પર વ્યાજ ચૂકવે છે.
ટાટા ગ્રુપની કંપની ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ એક વનસ્ટોપ નાણાકીય સેવા પ્રદાતા કે જે સમગ્ર વ્યવસાયોમાં રિટેલ, કોર્પોરેટ અને સંસ્થાકીય ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp