શેર બજારમાં નફો કમાવો છે, તો ધ્યાનમાં રાખો આવતા અઠવાડિયાના આ ટ્રિગર્સ

PC: india.com

ગત અઠવાડિયું શેર બજાર માટે સારું રહ્યું. ઉતાર-ચડાવની વચ્ચે શેર બજારે શુક્રવારે તેજી સાથે કારોબાર બંધ કર્યો. ગત અઠવાડિયે BSEનું 30 શેરોવાળા સેન્સેક્સ 772.01 અંક અથવા 1.25 ટકાના લાભમાં રહ્યું. આવનારા અઠવાડિયામાં જો તમે પણ શેર બજારમાં નિવેશ કરવાની તૈયારી કરી રહ્યા છો તો તમારે બજારના કેટલાક મહત્ત્વપૂર્ણ સંકેતો અને ટ્રિગર્સને ઓળખવા પડશે. કારોબારના જાણકારો અનુસાર, સ્થાનિક શેર બજારોની દિશા આ અઠવાડિયે બૃહદ આર્થિક આંકડા, વાહન વેચાણના માસિક આંકડા, FII ના પ્રવાહ અને વૈશ્વિક વલણથી નક્કી થશે. અમેરિકાના દેવા સમજૂતિ તથા સંસ્થાગત પ્રવાહ પર પણ તમામની નજરો રહેશે.

અમેરિકા પર રહેશે નજર

સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટ લિ.ના પ્રમુખ સંતોષ મીણાએ કહ્યું, આ અઠવાડિયે બજાર ભાગીદાર સંસ્થાગત પ્રવાહ પર બારીકાઇથી નજર રાખશે કારણ કે, માનવામાં આવે છે કે જ્યારે વિદેશી સંસ્થાગત નિવેશક (FII) અને ઘરેલૂં સંસ્થાગત નિવેશક (DII) બંને શુદ્ધ લેવાલ થઈ જાય છે, તો બજારમાં થોડાં નફાવસૂલીની સંભાવના બની જાય છે. મીણાએ કહ્યું કે, વૈશ્વિક મોરચા પર અમેરિકામાં દેવા સીમાને લઇને ગતિવિધિઓ મહત્ત્વપૂર્ણ રહેશે. આ ઉપરાંત, અમેરિકાના બૃહદ આર્થિક આંકડા, બોન્ડ પર પ્રતિફળ, ડૉલર સૂચકાંકની ચાલ અને ક્રૂડ ઓઇલના ભાવ પર પણ ભાગીદારોની નજર રહેશે. તેમણે કહ્યું, ઘરેલૂં મોરચા પર GDPના આંકડા અને વાહન વેચાણના આંકડા મહત્ત્વપૂર્ણ રહેશે.

આર્થિક આંકડાઓ અને કંપનીના પરિણામો નક્કી કરશે દિશા

રેલિગેર બ્રોકિંગના ઉપાધ્યક્ષ અજિત મિશ્રાએ કહ્યું, આ અઠવાડિયે નવા મહિનાની શરૂઆત થશે. એવામાં બજાર ભાગીદારોની નજરો વાહન વેચાણ, વિનિર્માણ પીએમઆઈ અને સેવા પીએમઆઈ આંકડા પર રહેશે. આ પહેલા 31 મેના રોજ GDPના આંકડા આવવાના છે. વિનિર્માણ ક્ષેત્રના પીએમઆઈ આંકડા બુધવારે આવશે. તેમણે કહ્યું કે, આ તમામ કારકો ઉપરાંત બજાર ભાગીદારોની નજરો અમેરિકી બજારના પ્રદર્શન પર રહેશે. ગત અઠવાડિયે BSEના 30 શેરવાળા સેન્સેક્સ 772.01 અંક અથવા 1.25 ટકાના લાંભમાં રહ્યા.

ગ્લોબલ મંદીની વધી ચિંતા

જિયોજીત ફાયનાન્સિયલ સર્વિસીસના શોધ પ્રમુખ વિનોદ નાયરે કહ્યું, ગત અઠવાડિયે ઘરેલૂં બજારોનું પ્રદર્શન વૈશ્વિક ઘટનાક્રમોથી પ્રભાવિત રહ્યું. તેમા અમેરિકાં દેવા મર્યાદા વધારવાને લઇને ગતિરોધ, જર્મનીમાં મંદી અને અમેરિકી ફેડરલ રિઝર્વના અધિકારીઓની ટિપ્પણીઓ સામેલ છે. જર્મની જેવી મોટી અર્થવ્યવસ્થાનું મંદીમાં જવુ ખૂબ જ ચિંતાજનક છે. બ્રિટનની હાલત થોડી સુધારા પર છે પરંતુ, હજુ પણ સંકટના વાદળ સંપૂર્ણરીતે દૂર નથી થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp