આ 4 કારણે ગંજીપા સમાન વિખેરાયું શેર બજાર, આવી કોરોનાકાળની યાદ

PC: livemint.com

ચૂંટણી પરિણામોવાળા દિવસે શેર બજારમાં એવી ત્સુનામી આવી કે તેમાં BSEનો સેન્સેક્સ 6000 અંકની ડૂબકી લગાવી ગયો, તો NSEનો નિફ્ટી 1,900 અંકથી વધુ પડી ગયો. કોરોનાકાળ બાદ આ સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. એક દિવસ અગાઉ બહાર અને બીજા દિવસે પાનખર? એવું શા માટે? તેની પાછળ ઘણા કારણ છે અને તેમાંથી 4 મુખ્ય કારણ છે, આવો તેની બાબતે વિસ્તારથી જાણીએ.

બજારમાં શરૂઆતી ઘટાડો ત્સુનામીમાં બદલાયો:

સૌથી પહેલા વાત કરીએ શેર બજારની હાલની સ્થિતિ બાબતે, તો મંગળવારે માર્કેટ ખૂલવા સાથે જ ઘટાડાનો સિલસિલો થોભવાનું નામ લઈ રહ્યો નથી. BSE સેન્સેક્સ 1700 અંક તૂટીને ઓપન થયો હતો અને બપોરે 12:20 વાગ્યા સુધી તે 6,094 અંક તૂટીને 70,374ના લેવલ પર આવી ગયો. તો બીજી તરફ નિફ્ટી ઇન્ડેક્સ લગભગ 1,947 અંકના ભારે ઘટાડા સાથે તૂટીને 21,316ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. સોમવારે સેન્સેક્સ 2500 અંક અને નિફ્ટી 733 અંકની લીડ સાથે બંધ થયો હતો.

જો કે, ત્યારબાદ શેર બજારમાં તેજ રિકવરી જોવા મળી. 1.43 વાગ્યે બજારમાં ઘટાડો ઓછો થઈને 4000 અંકથી નીચે પહોંચી ગયો અને નિફ્ટીમાં પણ ઘટાડો ઓછો થઈને 1200 અંકનો રહી ગયો. મંગળવારે ઘટાડાના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે અને BSE MCap મુજબ, તેમની લગભગ 30 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સ્વાહ થઈ ગઈ. ખાસ વાત એ છે કે સ્ટોક માર્કેટમાં આવેલો આ મોટો ઘટાડો દેશમાં કોરોના મહામારીના પ્રકોપ દરમિયાન આવેલો સૌથી મોટો ઘટાડો છે. એ સમયે સેન્સેક્સ લગભગ 6 ટકાની આસપાસ તૂટ્યો હતો અને મંગળવારે સેન્સેક્સ 7.97 ટકા સુધી, જ્યારે નિફ્ટી 50માં 8.39 ટકાનો ઘટાડો નોંધાયો છે.

પહેલું કારણ- એક્ઝિટ પોલનું અનુમાન ખોટું સાબિત થયું:

હવે વાત કરીએ શેર બજારમાં આવેલા ઘટાડા પાછળના કારણો તો તેના મુખ્ય 4 કારણ દેખાઈ રહ્યા છે. જેની અસર માર્કેટ પર નજરે પડી રહી છે. તેમાં એક્ઝિટ પોલ ખોટા સાબિત થવાનું સૌથી મોટું કારણ છે. એક્ઝિટ પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારને 361-401 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, પરંતુ પરિણામના દિવસે અત્યાર સુધી 295 સીટો પર જીતતી નજરે પડી રહી છે. એવામાં એક્ઝિટ પોલના અનુમાન જાહેર થયા બાદ બજારમાં આવેલી તૂફાની તેજી પરિણામવાળા દિવસે ત્સુનામીમાં બદલાઈ ગઈ.

બીજું કારણ- ભાજપને પૂર્ણ બહુમત નહીં:

બીજું કારણ પણ ચૂંટણી પરિણામ સાથે જોડાયેલું છે. એક્ઝિટ પોલમાં જે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યા હતા, તેમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળવાની વાત કરવામાં આવી રહી હતી, પરંતુ મંગળવારે જ્યારે ગણતરી શરૂ થઈ તો બપોરે 12:00 વાગ્યા સુધી લગભગ સ્પષ્ટ થઈ ગયું કે ભાજપ પૂર્ણ બહુમતની સરકર બનાવતી નજરે પડી રહી નથી. તેની અસર પણ શેર બજાર પર ઘટાડાના રૂપના જોવા મળી અને ગણતરી આગળ વધતા વધતા શેર બજારમાં ઘટાડો પણ સતત તેજ થતો નજરે પડ્યો.

ત્રીજું કારણ- વિદેશી રોકણકારોની બેરૂખી:

ભારતીય શેર બજારમાં વિદેશી રોકાણકારોની બેરૂખી સતત જોવા મળી રહી છે અને એ સતત વધતી જઇ રહી છે. તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ મે મહિનામાં શેર બજારથી 25,586 કરોડ રૂપિયા વિડ્રો કર્યા. આ આંકડો એપ્રિલ 2024માં 8700 કરોડ રૂપિયા હતો. અહી ખાસ વાત એ છે કે લગભગ 2 દશક બાદ FP દ્વારા આટલી મોટી રકમ વિડ્રો કરવામાં આવી. NSDLના આંકડાઓ મુજબ વર્ષ 2004માં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાંથી 3248 કરોડ રૂપિયા વિડ્રો કર્યા હતા.

ચોથું કારણ: રોકણકારોમાં સેન્ટિમેન્ટ બગડયું:

એક્ઝિટ પોલના અનુમાન હકીકત ન બનવા, ભાજપને સ્પષ્ટ બહુમત ન મળવું અને વિદેશી રોકાણકારોની બેરૂખીના કારણે શેર બજારમાં ઇન્વેસ્ટ કરનાર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર વિપરીત અસર પડી છે. મંગળવારે શેર માર્કેટમાં શાનદાર વેચાણ જોવા મળ્યું અને રિલાયન્સથી લઈને ટાટા સુધી અને અદાણીથી લઈને SBI સુધી શેર તૂટ્યા. તેમાં 18-23 ટકા સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોનું સેન્ટિમેન્ટ ડગમગવાને પણ ભારતીય બજારમાં ઘટાડાનું એક કારણ માની શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp