લોકોને શેર ખરીદવાની સલાહ આપતા યુટ્યુબર પર સેબીએ કેમ બેન મૂક્યો?

PC: instagram.com/researchinandout

શેરબજારનું નિયમન કરતી સંસ્થા સેબીએ જાણીતા યુટ્યુબર રવીન્દ્ર બાલુ ભારતી અને તેની કંપની રવીન્દ્ર ભારતી એજ્યુકેશનને 4 એપ્રિલ 2025 સુધી સિક્યોરીટી માર્કેટમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે. સેબીએ ગેરકાયદેસર એડવાઇઢઝરી બિઝનેસ માટે ગેરકાયદે મેળવેલા 9.5 કરોડ રૂપિયા પણ પરત આપવાનો આદેશ કર્યો છે.

આ ઉપરાંત શુભાંગી ભારતી, રાહુલ ગોસાવી અને ધનશ્રી ગીરીને પણ 4 એપ્રિલ 2025 સુધી સિક્યોરીટી માર્કેટમાં કામ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે.

સેબીએ કહ્યું છે કે, રવીન્દ્ર બાલુ રોકાણકારોને ગેરકાયદે શેરબજારમાં રોકાણની સલાહ આપતા અને ટ્રેડીંગમાં કમિશન વસુલતા હતા. ઉપરાંત રવીન્દ્ર બાલુ અને તેમની કંપનીએ રોકાણકારોને બજારના જોખમો વિશે કોઇ જાણકારી નહોતી આપી. જ્યાં સુધી તેઓ સેબી સાથે રજિસ્ટર્ડ ન થાય ત્યાં સુધી રવીન્દ્રએ હવે રોકાણકારોને સલાહ આપવાનું બંધ કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp