શેરબજારમાં 1800 પોઇન્ટનો કડાકો કેમ બોલી ગયો, હવે શું કરશો?

મુંબઇ શેરબજારમાં ગુરુવારે 1800 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો અને રોકાણકારોના એક જ દિવસમાં 10 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું. નેશનલ સ્ટોક એકસ્ચેન્જના નિફ્ટીમાં પણ 553 પોઇન્ટ તુટી ગયા હતા.

બજારના જાણકારોએ કહ્યુ હતું કે, શેરબજારમાં મોટા ગાબડા પડવાનું મુખ્ય કારણ એ હતું કે, ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની આશંકાને કારણે ગ્લોબલ માર્કેટમાં નેગેટીવ સેન્ટીમેન્ટ છે. બીજું કારણ એ છે કે છેલ્લાં કેટલાંક દિવસોથ બજાર સતત ઉંચે જઇ રહ્યુ હતું. એટલે વેલ્યુએશન ઉંચે જવાને રોકાણકારોએ નફો ગાંઠવાને કારણે વેચવાલી નિકળી હતી. બજારના જાણકારોની સલાહ છે કે, ઘટાડે શેરોની ખરીદી કરવી જોઇએ અને જે શેરોમાં પ્રોફીટ મળતો હોય તેને વેચવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp