ભારતનો આ પ્લેયર ઓસ્ટ્રેલિયન ઓપનની પ્રી-ક્વાર્ટરમાં પહોંચ્યો

PC: atpworldtour.com

ભારતનો સ્ટાર ટેનિસ પ્લેયર રોહન બોપન્ના અને દિવિજ શરણ પોતપોતાની મેચોમાં જીત સાથે વર્ષના પહેલા ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના ડબલ્સ મુકાબલામાં પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. બોપન્નાએ શુક્રવારના રોજ રમાયેલા મેન્સ ડબલ્સ કેટેગરીમાં પોતાના ફ્રાન્સના જોડીદાર એડવર્ડ રોઝર સાથે પોર્ટુગલના જોઆઓ સોઉસા અને આર્જેન્ટિનાના લિયોનાર્ડો માયેરને હાર આપી હતી.

એડવર્ડ અને બોપન્નાની જોડીએ જોઆઓ અને માયેરને બીજા રાઉન્ડમાં 6-2, 7-6(7-3)થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. બીજી બાજુ શરણે પણ પોતાના અમેરિકન જોડીદાર રાજીવ રામ સાથે મળીને ઈટાલીના ફેબિયો ફોગનિની અને સ્પેનના માર્સેલ ગ્રેનોલર્સને હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. શરણ અને રાજીવની જોડીએ મેન્સ ડબલ્સ કેટેગરીના બીજા રાઉન્ડમાં 4-6, 7-6 (7-4), 6-2થી જીત મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp