Facebook પર 22 લાખ લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

PC: khabarchhe.com

શ્રાવણ માસમાં દુર-દુરથી સોમનાથ મહાદેવને રીઝવવા પૂષ્પો-બિલિપત્રો-આભુષણો વિવિધ વસ્તુઓ ભક્તો અર્પણ કરી ધન્ય બનતા હોય છે. ડીઝીટલ માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન ભક્તોને થતા રહે તે માટે તબક્કાવાર સોમનાથ મહાદેવના વેબસાઇટ પર લાઇવ દર્શન, સોમનાથ મહાદેવનુ સોશિયલ મીડિયા પર ઝાંખી સહિત કાર્યો પ્રગતીમાં છે.

ફેસબુકની વાત કરીએ તો ભારત સહિત અન્ય દેશોમાં અમેરીકા- આરબ અમીરાત-નેપાળ-કેનેડા- ઓસ્ટ્રેલીયા-સાઉદી અરેબીયા-કુવેત-પાકિસ્તાન-જાપાન-ચાઇના સહિત ૪૪ જેટલા દેશોના ભક્તો દરરોજ મહાદેવના દર્શન કરી ધન્ય બનતા હોય છે. જ્યારે વ્યસ્ત સમયમાં સમય ન કાઢી શકતા ભક્તોમાં 22 લાખ ભક્તોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી કૃતકૃત્ય બન્યા હતા.

ટવિટર, ઇન્સ્ટાગ્રામ, સોમનાથ યાત્રા એપ વિગેરેમાં જોડાવા વિનંતી છે. દર્શન રેગ્યુલર મુકવામાં આવી રહેલા છે, જેથી સર્વે ભક્તોજનોને સોમનાથ તીર્થધામના સોશ્યલ મીડીયા માધ્યમો સાથે જોડાઇ દર્શન પ્રાપ્ત કરવાનો લહાવો લઇ શકે છે જે માટે 1.ટવિટર @Shrisomnath, 2.ફેસબુક @Shrisomnathtemple, 3.ઇન્સ્ટાગ્રામઃ shrisomnathtemple સાથે જોડાઇ સોમનાથ મહાદેવની કૃપા પ્રાપ્તી કરી શકો છો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp