કૈલાશ માનસરોવરથી પરત ફરતા 44 યાત્રીઓ ફસાયા

PC: amarujala.com

હાલ કૈલાશ માનસરોવરની યાત્રા ચાલી રહી છે. ગુજરાત અને દેશભરમાંથી યાત્રીઓ ત્યાં ગયા છે. લે ભાગુ ટ્રાવેલ એજન્સીઓના સહારે ગયેલા યાત્રીઓ ત્યાં અટવાઇ ગયા છે.
એક રિપોર્ટ મુજબ તેલંગણાના 44 યાત્રીઓ ને ટ્રાવેલ એજન્સીએ નેપાળના હિલ્સા ટાઉનમાં સુધી મૂકી રઝળાવી દીધા છે. ચાર દિવસથી તેઓ ત્યાં ફંસાયેલા છે. પેસેન્જરોએ જણાવ્યું હતું કે તેઓ સધર્ન ટ્રાવેલ એજન્સી નામની કંપનીથી કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતા. 

13 જૂને યાત્રા શરૂ કરી. તેઓ કૈલાશથી પરત ફરતા હતા ત્યારે એજન્સીએ તેમને નેપાળના હિલ્સા ગામ સુધી પહોંચાડી હાથ અદ્ધર કરી દીધા હતા. ત્યારપછી એજન્સીના લોકોના ફોન પણ બંધ આવતા હતા. તેઓ ચાર દિવસથી ત્યાં ફસાયા છે. આ જગ્યા એવી છે જ્યાં ચારેબાજુ પર્વતો છે. ખૂબ ઠંડી છે અને લોકો બીમાર પડી રહ્યા છે. તેમણે બચાવ માટે સરકારને અપીલ કરી છે. કારણ કે આ વિસ્તાર નેપાળમાં છે અને ત્યાંથી પરત ફરવું મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે કૈલાશ માનસરોવરની યાત્રા ખૂબ મુશ્કેલ છે. સરકારની મંજૂરી પછી જ ત્યાં જઇ શકાય છે. કારણ કે આ વિસ્તારમાં જવા માટે નેપાળ ઉપરાંત ચાઇનાની ઓથોરિટીનો પણ રોલ આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp