PM મોદીએ જે ગુફામાં કરી હતી સાધના, ત્યાં બુકિંગ ફુલ, બીજી ગુફા બનાવવાની તૈયારી

PC: khabar.ndtv.com

ગત લોકસભા ચૂંટણીમાં અંતિમ ચરણમાં વોટિંગ પહેલા વડાપ્રધાન નરેદ્ર મોદી ઉત્તરાખંડના કેદારનાથ ધામ પહોંચ્યા હતા અને ગુફાની અંદર સાધના કરી હતી. હવે તે ગુફા શ્રદ્ધાળુઓમાં ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. PM મોદીના સાધનાના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.

કેદારનાથ ધામની જે ગુફામાં PM મોદીએ સાધના કરી હતી, હવે તે પર્યટકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. ભગવાન કેદારનાથના દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓ હવે વિશેષરીતે એ ગુફામાં રસ દાખવી રહ્યા છે અને તેને માટે બુકિંગ કરાવી રહ્યા છે.

શ્રદ્ધાળુ 1500 રૂપિયા આપીને ગુફામાં 24 કલાકની સાધના માટે બુકિંગ કરાવી ર્હાય ચે અને ડિમાન્ડ એટલી હવે વધી ગઈ છે કે, 10 દિવસ માટે બુકિંગ ફુલ થઈ ગયું છે. ગુફાના બુકિંગ માટે ઉત્તરાખંડ પર્યટન વિભાગ તરફથી ઓનલાઈન સુવિધા પણ આપવામાં આવી છે. 1500 રૂપિયા ચુકવીને શ્રદ્ધાળુ તેને 24 કલાક માટે બુક કરાવી શકે છે.

લોકોમાં ગુફાના વધતા ક્રેઝને લઈને ગઢવાલ વિકાસ નિગમના મહાપ્રબંધકે જણાવ્યું હતું કે, લોકોની પ્રતિક્રિયા શાનદાર છે. અત્યારસુધીમાં 20 લોકો આ ગુફામાં રહી ચુક્યા છે અને મોટાપાયે આખા દેશમાંથી તેના બુકિંગ માટે ફોન આવી રહ્યા છે. આ ગુફાની લોકપ્રિયતા અને ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે, અમારે બીજી ગુફા બનાવવી પડી રહી છે. તેમણે કહ્યું હતું કે, તે કૃત્રિમ નહીં પરંતુ અસલી ગુફા હશે. આથી તેને બનાવવામાં સમય લાગશે. ગુફામાં જનારા શ્રદ્ધાળુઓનો પહેલા મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે અને એકવારમાં એક જ વ્યક્તિ આ ગુફામાં રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp