ખજાના તરીકે ઓળખાતો આઈલેન્ડ થઈ રહ્યો છે બરબાદ, જાણો કંઈ રીતે
અરબ સાગરમાં આવેલો આ આઈલેન્ડ, જેને પાકિસ્તાનના હીડન જેમ(છૂપાયેલો ખજાનો) કહેવામાં આવે છે. આ બલૂચિસ્તાનના તટથી આશરે કિમીથી દૂર છે. લગભગ 7 કિમી લાંબો અને 2.5 કિમી પહોળો આ આઈલેન્ડ લગભગ તદ્દન વેરાન છે. અહીં ચારો તરફ સફેદ ચટ્ટાનો છે, જેનાથી આગળ સમુદ્રનું ટ્રાન્સપરન્ટ બ્લૂ રંગનુ પાણી શરૂ થાય છે. આ જગ્યાને જોઈને એવું લાગે છે કે જાણે મેડીટેરેનીયન સમુદ્રના કિનારે ઉભા છીએ. આ એસ્ટોલા આઈલેન્ડને સ્થાનીય જજીરા હફતા તલાર(સાત પહાડોના આઈલેન્ડ)ના નામથી પણ જાણવામાં આવે છે. લાંબા સમયથી આ પાકિસ્તાનમાં લોકોથી અજાણ રહ્યો હતો. મોટાભાગના દરેક લોકો માટે અજાણ્યા એવા આ આઈલેન્ડ પર કોઈ પણ ટ્રાવેલરને પસંદ આવે તેવી બધી વસ્તુઓ છે. એતો અહીંનો રસ્તો એટલો દુર્ગમ છે જેનાથી આઈલેન્ડની સુંદરતા હજુ પણ એવી જ છે.
તમારે એસ્ટોલા જવું હોય તો કરાચીથી પાસની સુધી 7 કલાકનું ડ્રાઈવ કરવું પડે છે. પાસની, અરબ સાગરનું એક સમુદ્રી બંદર છે. જે એસ્ટોલાથી લગભગ 40 કિમી દૂર છે. પાસનીથી આશરે 3 કલાક બોટમાં સફર કર્યા પછી એસ્ટોલા આઈલેન્ડ પહોંચી શકાય છે. દ્વીપ પર કોઈ સુવિધા નથી. એક જૂનુ લાઈટ હાઉસ અને એક નાનકડી મસ્જિદ જ છે. તે સિવાય અહીં કોઈ સુવિધા મળતી નથી. આઈલેન્ડ પર આવનારા લોકો સામાન્ય રીતે સમુદ્ર તટ પર જ ધામા નાખે છે. અહીં આવનારા પર્યટકો સમુદ્રમાં તરવા અને તેના ઊંડા પાણીમાં ડૂબકી મારવાની મજા માણે છે. પાકિસ્તાની માછીમારો સપ્ટેમ્બરથી મે મહિના સુધી એસ્ટોલાને પોતાનું ઘર બનાવે છે.
તેઓ અહીં ઝીંગા, ક્રેબ્સ અને સીપ પકડવા માટે આવે છે. એસ્ટોલાની મુલાકાત લેવાનો આ પરફેક્ટ સમય છે. આખો દિવસ સામાન્ય હવા ચાલે છે. સમુદ્રના પાણીનો રંગ અને પેટર્ન પણ લહેરો સાથે બદલાય છે. અહીં પાણી એટલું સાફ છે કે સમુદ્રમાં લગભગ 20 ફૂટ નીચે સુધી જોઈ શકાય છે. પરંતુ જૂન થી ઓગષ્ટમાં ચોમાસાની સીઝન હોવાને લીધે એસ્ટોલાની મુલાકાત લેવાનું અઘરું પડી જાય છે. આ સમ. દરમિયાન સમુદ્રમાં ઉથલ પાછલ જોવા મળે છે. તાજા પાણીની કમીને લઈને એસ્ટોલા મોટેભાગે બંજર છે. સિવાય થોડી ઝાડીઓ અને ઘાસ સિવાય અહીં કોઈ વૃક્ષો જોવા મળશે નહીં. પરંતુ આઈલેન્ડની આસપાસનું પાણી સમુદ્ર જીવો જેવા કે કોરલ, ડોલ્ફિન, વ્હેલ અને વિભિન્ન પ્રકારની માછલીની પ્રજાતિઓથી ભરેલી છે. રેતીવાળા સમુદ્ર કિનારો ઘણા પક્ષીઓની પ્રજાતિઓના પ્રજનન માટે મેદાન તરીકે કામ કરે છે.
પરંતુ દુર્ભાગ્યવશ માછલી પકડવા માટેની કાયદાકીય અને ગેરકાયેદસરની ગતિવિધીઓને કારણે અહીં ઘણું નુકસાન પહોંચ્યુ છે. માછીમારો કિનારે કચરો અને તૂટેલી જાળીઓને અહીં જ છોડીને જતા રહે છે, જે કોરલમાં ફસાઈ જાય છે અને તેમને નુકસાન પહોંચાડે છે. સુટી ગુલ નામનું પક્ષી, જેના માટે આ જગ્યા પ્રજનન માટેનું મુખ્ય સ્થાન હતું, જે ઉંદરોના વધતા ત્રાસને કારણે બદલાઈ ગયું છે. તેના ઉકેલ માટે આઈલેન્ડ પર છોડવામાં આવેલી બિલાડીઓ કાંચબાના બિલને ખોદી નાખે છે અને તેમના ઈંડાની સાથે તેમના બાળકોને પણ ખાઈ જાય છે. 2017માં એસ્ટોલા આઈલેન્ડને પાકિસ્તાનનો પહેલો સમુદ્ર સંરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ હજી પણ અહીં પ્રદૂષણની સમસ્યાથી નિપટવા માટે કોઈ યોજના તૈયાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp