શું ટુરિઝમમાં લક્ષદ્વીપ માલદીવ્સ ટકકર આપી શકશે? જાણો, વાસ્તવિક્તા

સોશિયલ મીડિયા પર અત્યારે માલદીવ વર્સીસ લક્ષદ્રીપની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ગંભીર ટીપ્પણી કરનારા માલદીવના 3 મંત્રીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ભારતમાં હજુ પણ આ મુદ્દા પર ભારે હોબાળો છે. લોકો માલદીવના બુકીંગ કેન્સલ કરાવી રહ્યા છે.

પરંતુ શું લક્ષદ્રીપ ટુરિઝમમાં માલદીવને ટક્કર આપી શકશે? એક મોટો સવાલ છે. માલદીવમાં એક સપ્તાહમાં 325 ફલાઇટ્સ પ્રસ્થાન કરે છે, તેમાંથી ભારતની કુલ 58 ફલાઇટ્સ હોય છે. ભારતની વિમાની કંપનીઓ 48 ફલાઇટ્સ ઓપરેટ કરે છે, જ્યારે 10 ફલાઇટ્સ માલદીવ પોતે મેનેજ કરે છે. તેની સામે લક્ષદ્રીપમાં દિવસની માત્ર એક જ ફલાઇટ છે. માલદીવને જો વધારે ઘુંટણિયે પાડવું હોય તો ભારત સરકારે તાત્કાલિક લક્ષદ્રીપમાં ફલાઇટની સંખ્યા વધારવી પડશે.

અત્યારે તો માલદીવના ટુરિઝમને ભારે નુકશાન થઇ રહ્યું છે, કારણકે સૌથી વધારે પ્રવાસીઓ ભારતથી મોલદીવ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp