એસી, ટીવી, ઈન્ટરનેટ અને ટેરેસ, ચીને પહાડો વચ્ચે બનાવી દીધા લક્ઝરી આશ્રયસ્થાનો

PC: facebook.com

પોતાના અજીબો-ગરીબ કારનામાને લીધે ચીન ઘણી વખત દુનિયાનો ચોંકાવી દે છે. આ વચ્ચે હાલમાં જ ચીનના ચોંગકિંગ શહેરના કેટલાંક એવા ફોટા સામે આવ્યા છે, જેને જોઈને લોકો હેરાન રહી ગયા કે વિકાસના આટલા મોટા શિખર પર ચીન કેવી રીતે પહોંચી ગયું. ફોટામાં દેખાઈ રહ્યું છે કે ચીનના પહાડો અને પર્વતોની વચ્ચે નાના-નાના એવા લક્ઝરી ઘર બનાવી દીધા છે, જે કોઈ સ્વર્ગથી ઓછા નથી.

અસલમાં ચીનના ચોંગકિંગ શહેરના સુંદર ઘરો પર્વતોની વચ્ચે છે. પીપલ્સ ચાઈના ડેઈલીના ફેસબુકના પેજ પર શેર કરવામાં આવેલા ફોટામાં દેખાઈ રહ્યું છે કે ફ્યુચરીસ્ટીક ગેટવેના નામથી બનાવેલા આ ઘરોમાં એક બેડરૂમ છે અને બાકી થોડી સ્પેસ પણ છે. આ બધા ઘર ફૂલ એસી, ટીવી, ઈન્ટરનેટથી લેસ છે. એટલું જ નહીં તેના અલગ અલગ આશરે પચાસ વર્ગ મીટરની પણ ટેરેસ આપવામાં આવી છે.

દેખાવમાં ઘણા સુંદર દેખાનારા આ ઘર ઘણા મજબૂત બનાવવામાં આવ્યા છે કારણ કે આ જમીનથી ઘણા ઉપર છે અને તેમાં પાયાને બદલે મજબૂત લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ પણ છે કે આ બધા ઘરો એવી જગ્યાઓએ બનાવવામાં આવ્યા છે જ્યાંથી ચારેબાજુ લીલોતરી દેખાય છે અને એવું લાગી રહ્યું છે કે આ જગ્યા પ્રકૃતિની એકદમ નજીક છે.

હાલમાં રિપોર્ટમાં એ વાતની પણ વાત કરવામાં આવી છે કે હજુ તેને હોટલના રૂમના રૂપમાં પ્રયોગમાં લાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ એક ભવિષ્યની રૂપરેખા પણ નક્કી કરતા જોવામાં આવી રહ્યા છે. જોકે લોકો આ વાતથી હેરાન છે કે આ ઘરનું લોકેશન એવી જગ્યાએ છે જ્યાં પહેલેથી ઠંડું વાતાવરણ છે તો પછી રૂમમાં એસીની શું જરૂર છે. ચીન સિવાય હવે દુનિયામાં એવી ઘણી બધી જગ્યાઓએ આવા અજીબ કહી શકાય તેવી જગ્યાઓએ ઘર અથવા હોટેલ બનાવવામાં આવી રહી છે. જેથી લોકો થોડા સમય માટે શાંતિથી અહીં આવીને કુદરત સાથે થોડો સમય પસાર કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp