ટ્રાવેલિંગ દરમિયાન બચાવવા છે પૈસા? તો અપનાવો આ ટીપ્સ

PC: tripzilla.com

જ્યારે પણ કોઈ ટ્રિપનું પ્લાનિંગ શરૂ થાય છે તો ઘણીવાર ટ્રિપમાં થતા વધુ ખર્ચને લઇને પ્લાન કેન્સલ કરી દેવો પડતો હોય છે. પૈસા એ નાનો ઈશ્યુ નથી પણ એટલો મોટો પણ નથી કે તેને સોલ્વ ન કરી શકાય. હા, મુસાફરી પહેલાં અને મુસાફરી દરમિયાન કેટલીક બેઝિક ટીપ્સ ફોલો કરીને તમે સારી એવી બચત કરી શકો છો.

ફ્લાઇટ, ટ્રેન વગેરેનું કરો અગાઉથી બુકિંગ

ટ્રાવેલિંગના વધતા જતા ક્રેઝને કારણે ટ્રાવેલ કંપનીઓ ફ્લાઇટ અને ટ્રેનની ટિકિટ પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપતાં રહેતા હોય છે. તેથી આ ઓફર્સનો લાભ ઉઠાવો અને ઝડપથી તેમજ બને એટલું વહેલા ટિકિટ બુક કરી દો. જેટલી જલ્દી ફ્લાઇટ કે ટ્રેનની ટિકિટ બુક થશે તેટલાં ઓછા પૈસા લાગશે અને તમારો અવન-જાવનનો ખર્ચો તમે બચાવી શકશો.

લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ

જો તમે પૈસા બચાવવાની સાથે તે જગ્યા વધુ સારી રીતે એક્સપ્લોર કરવા માંગો છો તો શક્ય એટલો ફરવામાં લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. બસ, ટેક્સી, ઓટો અને મેટ્રો સુવિધાઓ હવે મોટાભાગના શહેરોમાં ઉપલબ્ધ છે. જેની ટિકિટ ઓછી હોય છે અને તમે ઈચ્છો તો પાસ બનાવીને પણ તમે તેમાં આરામદાયક રૂપે તેમજ ઓછા ખર્ચે મુસાફરી કરી શકો છો.

શોપિંગ કરો અવોઇડ

ટ્રિપમાં જાવ ત્યારે જો તમે જેમાં સૌથી વધારે પૈસા બચાવી શકો તે વસ્તુ છે શોપિંગ. દરેક વખતે નવી જગદ્યાએ જઇને ત્યાં શોપિંગ તો કરવી જ પડે એ આદત છોડી દો. ટ્રિપ પર જતાં પહેલા ટી-શર્ટ, સનગ્લાસીસ, શૂઝ, એક્સેસરીઝ અને બીજી આવી જરૂર પડે એવી વસ્તુઓનું પેકિંગ કરી લો જેથી ડેસ્ટિનેશન પર જઇને આમાંની જે પણ વસ્તુની જરૂર પડે તે તમારી પાસે ઉપલબ્ધ હોય. મોટાભાગે ટૂરિસ્ટ પ્લેસ પર કોઈપણ વસ્તુની કિંમત સામાન્ય રીતે વધુ હોય છે. ઘરે પાછા ફર્યાં બાદ જો તમે કોઈ ગિફ્ટ આપવા માંગતા હોવ તો તે જગ્યાના સારા ફોટોઝ ક્લિક કરો અને તેને ફ્રેમ કરાવીને ગિફ્ટ આપી શકાય. જેથી તમે ઓછા ખર્ચે સારી ગિફ્ટ આપી શકશો.

મલ્ટિટાસ્કિંગ પેકિંગ કરો

જો તમે મુસાફરી દરમિયાન નાણાં બચાવવા માંગો છો તો ચોક્કસપણે આ ટિપ અનુસરો. દરેક ડ્રેસમાં દાગીના અને ફૂટવેરની મેચિંગ ડ્રેસ લેવાને બદલે તમે એવી વસ્તુઓ રાખો જેનો મલ્ટીપલ રીતે ઉપયોગ કરી શકાય. બીચ અને રણના સ્થળોએ ફ્લિપ-ફ્લોપ્સની જોડી અવશ્ય સાથે રાખવી. જો તમારી પાસે વધુ સામાન હશે તો તમારે ફ્લાઇટમાં તેના માટે વધારાના પૈસા ચૂકવવા પડશે. તેથી શક્ય એટલી ઓછી વસ્તુઓ કેરી કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp