આ એરલાઇનમાંથી માત્ર 3299 રૂપિયામાં જઈ શકાશે વિદેશ, શરૂ થયું બુકિંગ

PC: timeincapp.com

વિદેશ ફરવા જવાની દરેકની ઈચ્છા હોય છે પણ ત્યાં ફરવા જવાની મોંઘી ટીકિટ સામાન્ય માણસને પરવડતી નથી હોતી પણ હવે આ ચિંતા છોડી દો કારણ કે હવે તમે માત્ર 3299 રૂપિયા ખર્ચીને અબ્રોડ ટ્રીપ મારી શકશો. ઈન્ડિગો એરલાઇને વિદેશી મુસાફરી માટે સસ્તી ટિકિટ બુકિંગની એક મોટી ઓફર કરી છે. નવી ઓફર હેઠળ તમે માત્ર 3299 રૂપિયામાં ઈન્ટરનેશનલ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી શકશો. ઈન્ડિગો 2018માં અત્યાર સુધીની સૌથી આકર્ષક ઈન્ટરનેશનલ ફ્લાઇટનું સેલ લઇને આવી છે.

ઈન્ડિગોની આ ઓફર અંતર્ગત તમે 12 થી 16 ડિસેમ્બર 2018ની વચ્ચે ટિકિટો બુક કરી શકો છો. આ ઓફરમાં કરેલા બુકિંગમાંથી તમે 27 ડિસેમ્બર 2018થી લઇને 15 એપ્રિલ 2019 દરમિયાન કોઈપણ સમયગાળામાં વિદેશ યાત્રા કરી શકશો. ઈન્ડિગો એરલાઇન દેશની અગ્રણી એરલાઇન છે. તેણે અગાઉ ઓક્ટોબરમાં પણ બે દિવસ માટે 899 રૂપિયાની કિંમતે ડોમેસ્ટિક ફ્લાઇટની ટિકીટ પણ ઓફર કરી હતી.

ઓફરમાં આ વાતોનું રાખો ધ્યાન

  • આ ઓફર ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ (ઈન્ડિગો) તરફથી છે.
  • ઓફર દરમિયાન તમે કોઈપણ કંપનીમાંથી ઓછામાં ઓછા 3299 રૂપિયા ભરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બુક કરી શકો છો.
  • ટિકિટનું બુકિંગ ફ્લાઇટના ડિપાર્ચરથી ઓછામાં ઓછા 15 દિવસ પહેલાં બુક થયેલી હોવી જોઇએ.
  • ઓફર હેઠળનું ડિસ્કાઉન્ટ એરપોર્ટ ફી અને સરકારી કર પર લાગુ પડતું નથી.
  • આ ઓફર ફક્ત નોન-સ્ટોપ ફ્લાઇટ્સ માટે છે.
  • ઈન્ડિગોની આ ઓફર અન્ય કોઈ ઓફર, સ્કીમ અને પ્રમોશન સાથે સમાયોજિત કરવામાં આવશે નહીં
  • આ ઓફર ગ્રુપ બુકિંગ માટે લાગુ પડતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp