આ ટ્રેનો મોડી પડશે તો હવે મુસાફરોને રિફંડ નહીં મળશે

રેલવે મંત્રાલય દ્રારા બનાવવામાં આવેલી ઇન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (IRCTC) કે જે ટિકીટ બુકીંગ અને ખાનગી ટ્રેનોની તમામ સુવિધાનું સંચાલન કરે છે તેણે એક RTIના જવાબમાં ખુલાસો કર્યો છે કે, 15 ફેબ્રુઆરી 2024થી જ ટ્રેનો મોડી પડવા પર અપાતું રિફંડ બંધ કરી દેવાયું છે. જો કે સરકારી ટ્રેનો મોડી પડશે તો તેમા રિફંડ મળશે, પરંતુ ખાનગી ટ્રેનોમાં રિફંડ બધ કરી દેવાયું છે.

IRCTC 2 ખાનગી ટ્રેનોનું સંચાલન કરે છે બંને ટ્રેનનું નામ તેજસ છે. એક દિલ્હીથી લખનૌ અને એક અમદાવાદથી મુંબઇની. એ સિવાયની બાકીની ટ્રેનો સરકારી ટ્રેનો કહેવાય છે.

IRCTCએ કહ્યું કે, 2019થી ફેબ્રુઆરી 2024 સુધીમાં 26 લાખ રૂપિયાનું રિફંડ ટ્રેન મોડી પડવાને કારણે ચૂકવાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp