26th January selfie contest

આ દેશમાં એક પણ ન તો મચ્છર કે ન તો કીડી મંકોડા જોવા મળશે, કારણ જાણી ચોંકી જશો

PC: azamara.com

દુનિયાભરના લોકો મચ્છરના આતંકથી પરેશાન રહે છે. વિભિન્ન બીમારીઓને જન્મ આપનારા આ મચ્છરથી બચવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાય કરતા જોવા મળે છે પરંતુ અમે તમને એક એવા દેશ અંગે બતાવવા જઈ રહ્યા છીએ, જ્યાં મચ્છર શોધવાથી પણ તમને નહીં મળે. આ દેશ છે ઉત્તરી એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત આઈસલેન્ડ. વર્લ્ડ એટલાસના કહેવા પ્રમાણે એકદમ ઓછી વસ્તી ધરાવતા આ દેશમાં લગભગ 1300 પ્રકારના જીવોના ઘર છે. પરંતુ તેમાં મચ્છર નથી. જોકે ગ્રીનલેન્ડ, સ્કોટલેન્ડ અને ડેન્માર્ક જેવા તેના પડોશી દેશોમાં મચ્છરોની ભરમાર છે. પરંતુ આઈસલેન્ડમાં તેમની અનુપસ્થિતિ ઘણા શોધકર્તાઓ માટે રૂચિનો વિષય બનેલું છે.

આઈસલેન્ડમાં મચ્છરોની આ મિસ્ટ્રીને લઈને ઘણા પ્રકારના સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મચ્છરોને જન્મ લેવા માટે ઉથળેલા તાબાલો અને અન્ય તળાવોમાં સ્થિર પાણીની આવશ્યકતા હોય છે, જ્યાં મૂકવામાં આવેલા ઈંડા એક લાર્વામાં બદલાઈ જાય છે અને લાર્વાને એક વિશેષ તાપમાન પર એક નિશ્ચિત સમય માટે સ્થિર પાણીની આવશ્યકતા હોય છે. આ આખા ચક્ર માટે આઈસલેન્ડમાં એવા કોઈ સ્થિર પાણીવાળા તળાવ લાંબા સમય સુધી નથી રહેતા, જેની પર મચ્છરો પોતાના ઈંડા મૂકી શકે.

જ્યારે બીજું કારણ એ પણ છે કે આઈસલેન્ડમાં ઘણું ઓછું તાપમાન રહે છે. જે -38 ડિગ્રી સે. સુધી પહોંચી શકે છે. અહીં પાણી ઘણી સરળતાથી થીજી જાય છે, જેનાથી મચ્છરોનું પ્રજનન કરવું અસંભવ બની જાય છે. અન્ય એક સિદ્ધાંત પ્રમાણે આઈસલેન્ડનું પાણી, જમીન અને સામાન્ય પરિસ્થિતિ તંત્રની રાસાયણિક સંરચના મચ્છરોના જીવવનું સમર્થન નથી કરતી. આ એક સંભવિત વ્યાખ્યા છે. જોકે અહીં પર સાંપ અને અન્ય પેટે ચાલનારા કીડા મકોડા માટે પણ જળવાયુ અનુકૂળ નથી, જેને લીધે તેમને પણ અહીં જોવામાં આવતા નથી.

દેશનું એકમાત્ર મચ્છર આઈસલેન્ડિક ઈન્સ્ટીટ્યૂટ ઓફ નેચરલ હિસ્ટ્રીની એક લેબમાં સંરક્ષિત છે. 1980ના દશકમાં આઈસલેન્ડના જીવ વિજ્ઞાની ગિલ્સી માર ગિસ્લાસન દ્વારા એક આઈસલેન્ડર પ્લેનના કેબિનમાંથી આ મચ્છરને પકડવામાં આવ્યું હતું. જેને દારૂની બોટલમાં રાખવામાં આવ્યું છે. જોકે આઈસલેન્ડમાં મિજ કીડીઓ જોવા મળે છે. આ મચ્છર જેવા દેખાય છે અને સમાન રૂપે બેરહેમીથી તમને કરડે છે પરંતુ મચ્છરની તુલનામાં ઓછા આક્રમક હોય છે. મચ્છર કપડાંમાંથી પણ કરડી શકે છે પરંતુ મિજ માત્ર ખુલ્લી સ્કીન પર જ કરડે છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp