ચાલુ ટ્રેને લીધી ચા, અજીબ આવી ગંધ, યાત્રીઓ પણ થયા પરેશાન, વેન્ડરને પકડ્યો તો..
ટ્રેનમાં લાંબી મુસાફરી કરનારા યાત્રી સવારે સવારે આળસ ખંખેરવા માટે વેન્ડરો પાસે ચા લઈને પીવે છે, પરંતુ કેટલીક વખત ચાનો સ્વાદ એટલો બેકાર હોય છે કે પીવાતી પણ નથી અને ફેકી દેવી પડે છે. આ કારણે યાત્રી રેલવેને ખરું ખોટું સંભળાવે છે. એવી જ એક ઘટના આગ્રા મંડળથી પસાર થઈ રહેલી ટ્રેનમાં સામે આવી છે. મુસાફરોએ વેન્ડર પાસેથી ચા લીધી અને મોઢા સુધી લઈ ગયા તો તેજ દુર્ગંધ આવવા લાગી.
આસપાસના યાત્રી પરેશાન થયા. તેની ફરિયાદ રેલ સ્ટાફને કરી. ચેકિંગ સ્કવોડ ટીમે વેન્ડરને પકડ્યો, તો સત્ય જાણીને મુસાફરોના હોશ ઊડી ગયા. ઉત્તર મધ્ય રેલવેના આગ્રા મંડળના મુખ્ય જનસંપર્ક અધિકારી મુજબ, ચેકિંગ સ્ક્વોડ ટીમ ટ્રેન નંબર 22182 ગોડવાના એક્સપ્રેસમાં ચેકિંગ કરી રહી હતી. જેમાં એક ગેરકાયદેસર પેન્ટ્રીકાર ચાલી રહી હતી. તેમાં 3 લોકો ટ્રેનમાં ગેરકાયદેસર વેન્ડિંગ કરતા જોવા મળ્યા. તાત્કાલિક તેમની ધરપકડ કરવામાં આવી.
આ દરમિયાન લોકોએ ફરિયાદ કરી કે ચામાંથી ખૂબ દુર્ગંધ આવી રહી હતી. પૂછપરછમાં વેન્ડરે જણાવ્યું કે, ચા ઓછી હોવા પર ગંદુ પાણી ભરી લેતા હતા, જેથી ઘણી વખત દુર્ગંધ આવી જતી હતી. જ્યાં સુધી યાત્રી ચા પીવાનું શરૂ કરતા, ત્યાં સુધી તેઓ નીકળી જતા હતા, જો ટ્રેન ઊભી રહી જતી તો તરત ઉતારી જતા હતા. ગેરકાયદેસર વેન્ડરો પાસે ઘણી માત્રામાં ખાન-પાનની સામગ્રી મળી આવી છે. જેમાં ચા-કોફી મૂકવાનું એક સાધન, 60 પાણીની બોટલો અને ગુટખાના પેટેક સાથે અન્ય સામગ્રી પણ મળી હતી.
ચાલુ ટ્રેનમાં વેન્ડર ગેરકાયદેસર રીતે ખાવા-પીવાનો સામાન વેચતા પકડાયા છે. આ વેન્ડર રેલવે યાત્રીઓનોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમને ટારગેટ કરે છે, ચેકિંગ સ્કવોડ ટીમ દ્વારા રેલ સુરક્ષા બળ આગ્રા છાવણીના હવાલે કરી દેવામાં આવ્યા. રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓને અપીલ કરવામાં આવે છે કે અધિકૃત વેન્ડર અને હોકર્સ પાસે જ ખાવા-પીવાની વસ્તુઓ ખરીદો, એ પ્રોપર વર્દીમાં હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp