નીચે વાદળ ઉપર પુલ, ભારતીય રેલવેએ શેર કર્યા બ્રિજના ફોટા, જુઓ અદ્દભુત નજારો

PC: thequint.com

ભારતીય રેલવેએ હાલમાં જે ફોટા શેર કર્યા છે તેને જોઈને લાગશે કે આ જગ્યા સ્વર્ગમાં આવેલી છે. વાદળોથી ઘેરાયેલો પુલ પ્રકૃતિનો સૌથી સુંદર નજારો છે. ચિનાબ બ્રિજ વાદળોની ઉપર બનેલો છે. આવા ફોટા જોઈને બે મિનિટ માટે તમને પણ થશે કે બસ આવું જોયા જ કરું. આ બ્રિજને બનાવવામાં આશરે 18 વર્ષ લાગ્યા છે. 2022ના ડિસેમ્બર સુધીમાં આ બ્રિજનું તમામ કામ પૂર્ણ થઈ જશે. આ રેલવે બ્રિજની ઊંચાઈ ચિનાબ નદીથી 359 મીટરની છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે.

આ ઉધમપુર, શ્રીનગર, બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટનો ભાગ છે. જે દિલ્હીના કુતુબ મિનારથી પણ પાંચ ગણો વધારે ઊંચો છે. ફ્રાન્સના એફિલ ટાવરથી 35 મીટર ઊંચો છે. આ પુલના બનવાથી ભારતીય રેલ નેટવર્ક કાશ્મીર થી કન્યાકુમારી સુધી જોડાઈ ગયું છે. મતલબ કાશ્મીર થી કન્યાકુમારી સુધીની સફર રેલવે દ્વારા પણ શક્ય બનશે.

ભારત સરકારના કહેવા પ્રમાણે, ચિનાબ બ્રિજ બનવામાં 1486 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. આ પુલને બનાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ પુલ બંને બાજુએથી પહાડોથી ઘેરાયેલો છે. તેમાં પણ ત્યાં વાતાવરણ સૌથી મોટી ચેલેન્જ હતી કારણ કે પુલની આસપાસ 100 થી 150 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવા ચાલતી હતી. આથી પુલને એટલો મજબૂત બનાવવામાં આવ્યો છે કે 260 કિમી પ્રતિ કલાકની હવાથી પણ તેને કોઈ નુકસાન નહીં થાય. તેની ઉંમર 100 વર્ષથી વધારેની રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ પુલમાં કોઈ પ્રકારનો કાટ પણ નહીં લાગે.

ચિનાબ નદી પર બનાવવામાં આવેલો પુલ બ્રિજ એન્જિનીયરીંગને બેજોડ નમૂનો છે. પુલનું સ્ટ્રક્ટચર સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું છે. આ -10 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે છે. આ પુલને ભૂકંપ અને ધમાકાથી પણ નુકસાન પહોંચી શકે તેમ નથી. સેના અને સુરક્ષાબળ પણ તેનો ઉપયોગ કરી શકશે.

ચિનાબ બ્રિજનું કામ 2002માં શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ 2008માં તેનું કામ રોકી દેવામાં આવ્યું હતું. જેને 2010માં ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. રેલવે મંત્રાલયે થોડા દિવસો પહેલા જ આ બ્રિજના સુંદર ફોટા શેર કર્યા છે. આશા રાખવામાં આવી રહી છે ડિસેમ્બર મહિના સુધીમાં આ બ્રિજને રેલ્વે માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp