ધાર્મિક સ્થળોની યાત્રા માટે IRCTCની શ્રી રામાયણ એક્સપ્રેસ

PC: financialexpress.com

ધાર્મિક પર્યટનને પ્રમોટ કરવાના હેતુથી રેલવે રામાયણથી જોડાયેલા મહત્ત્વપૂર્ણ સ્થળો પરથી પસાર થતી ખાસ પર્યટન ટ્રેન શ્રી રામાયણ એક્સપ્રેસ દોડાવા જઈ રહી છે.

શ્રી રામાયણ એક્સપ્રેસને 14 નવેમ્બરે દિલ્હી પાસે સફદરગંજ સ્ટેશનથી શરુ કરવામાં આવશે. આ 16 દિવસોનો એક સામુહિક પેકેજ હશે જેમાં ભારતમાં ભગવાન રામથી જોડાયેલા દરેક મહત્ત્વપૂર્ણ સ્થળોની સાથે સાથે શ્રીલંકાના 4 સ્થળોની પણ યાત્રા કરાવવામાં આવશે. આ પેકેજમાં રેલવે દ્વારા ભોજન, ધર્મશાળા, પર્યટન સ્થળોના ભ્રમણની વ્યવસ્થા સાથે ટૂર મેનેજરની વ્યવસ્થા કરાવવામાં આવશે.

રામાયણ યાત્રા-શ્રીલંકા નામની આ યાત્રા રામાયણ સર્કિટને બે ભાગમાં વહેચવામાં આવી છે, જેનો એક હિસ્સો ભારતમાં અને બીજો હિસ્સો શ્રીલંકામાં હશે. દિલ્હીથી પહેલું સ્ટેશન અયોધ્યા, હનુમાન ગઢી, રામકોટ અને કનક ભવન મંદિર હશે. ત્યારબાદ રામાયણ સર્કિટના બીજા સ્થાનો નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, શ્રિંગવેરપુર, ચિત્રકુટ, નાસિક, હમ્પી અને રામેશ્વર રોકાશે.

આ ટ્રેનમાં 800 યાત્રિઓને જગ્યા મળશે. દેશની અંદર જ યાત્રા પૂરી થયા બાદ યાત્રીઓએ 15,120 રૂપિયા એક વ્યક્તિ દીઠ ચુકવવા પડશે. જે લોકો શ્રીલંકામાં યાત્રા માટે જવાનાં હોય તેમણે અલગ ચાર્જ આપવો પડશે. શ્રીલંકામાં પાંચ દિવસ અને છ રાત્રીના ટૂર પેકેજની કિંમત 47,600 રાખવામાં આવી છે. આ માટે ઓનલાઈન બુકિંગ સુવિધા પણ જલદી શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp