કોરોનાના સમયે બહાર જઇ રહ્યા છો તો બુકિંગ અને સ્ટે દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો

PC: qz.com

કોરોના વાયરસ મહામારીના સમયમાં ઘર પર રહેવું સૌથી વધારે સુરક્ષિત છે અને ક્યાંય પણ વ્યક્તિગત જરૂરિયાતોના કે વ્યવસાયી જરૂરીયાતોના કારણે બહાર જવાની જરૂરિયાત પડી જાય તો એવામાં સુરક્ષા રાખવી જરૂરી છે. મુસાફરી દરમિયાન કોરોના સંક્રમણની આશંકા ઓછામાં ઓછી કરવા માટે જરૂરી સાવધાનીઓ રાખવી જોઈએ. એક ઓનલાઇન ટ્રાવેલ કંપનીએ બુકિંગ પહેલા હૉટલમાં રોકાવા માટે કેટલીક સાવધાનીઓ રાખવાનું સૂચન કર્યું છે.

રૂમ બુકિંગ કરતી વખતે એ જરૂર જાણી લો કે હૉટલ કઈ ગાઈડલાઇન્સ અને સેફ્ટી પ્રોટોકૉલ્સ ફોલો કરી રહી છે. એ જોઈ લો કે એ પ્રોટોકોલ અને ગાઈડલાઇન્સ સરકારી દિશા નિર્દેશો મુજબ છે કે નથી. હૉટલ કેશલેશ પેમેન્ટ સ્વીકારી રહી છે કે નથી. એ સિવાય અન્ય સર્વિસિસમાં પણ કોન્ટેક્ટને પ્રયોરિટીમાં રાખો. હૉટલની અકુપેન્સિ રેટ પણ ચેક કરી લો કેમ કે ઓછા મહેમાનોનો અર્થ છે કોરોના સંક્રમણ થવાનું જોખમ ઓછું. તેમાં કોઈ શંકા નથી કે હૉટલ્સ રૂમ સતત સેન્ટાઇઝ અને સાફ કરવી રહી છે.

એ છતા ડોરનોક્સ, લાઇટ સ્વિચ, ટી.વી. રિમોટ્સ અને અન્ય એવી સંપત્તિઓને જેમને વધારે સ્પર્શ કરવામાં આવે છે. તેને સેનિટાઈઝ કરી લો. તે માટે એક ટ્રાવેલ સ્પ્રે લઈને પણ મુસાફરી કરી શકો છો. હાઉસકીપિંગની વાત કરીએ તો હાલના સમયમાં વધારે હાઉસકીપિંગને અવોઈડ કરવાનું સારું હોય છે. એલિવેટર્સની જગ્યાએ પગથિયાનો ઉપયોગ કરો. એલિવેટર્સનો ઉપયોગ કરવો આ સમયે અસુરક્ષિત છે અને તેનાથી કોરોના સંક્રમિત થવાની આશંકા વધારે છે.

એવામાં જો તમારું સ્વાસ્થ્ય સારું છે તો પગથિયાઓનો ઉપયોગ કરો. એ સિવાય જો સંભવ હોય તો ગ્રાઉન્ડ ફ્લોરની જ રૂમ બુકિંગ કરો, જેથી એલિવેટર્સના પ્રયોગની જરૂરિયાત ન પડે. એ સિવાય સ્પા અને જિમ જેવી શેરિંગ હૉટલ ફેસિલિટીનો ઉપયોગ ન કરો એટલું સારું રહેશે. તેની જગ્યાએ કોઈ ખુલ્લી જગ્યાએ વર્કઆઉટ કરો. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ બારીઓને હંમેશાં ખુલ્લી રાખવાનું સૂચન આપ્યું છે જેથી તાજી હવા રૂમમાં આવી શકે અને વેન્ટિલેશન સારું બન્યું રહે. બંધ જગ્યાઓ પર હવા વડે સંક્રમણ ફેલાવાનું જોખમ વધારે રહે છે. બુકિંગ કરતી વખતે એવી હોટલ્સને પ્રાથમિકતા આપવી જે બારીઓ ખોલવાની મંજૂરી આપતી હોય કે તેમને ત્યાં હાઇ એફિશિયન્સી પાર્ટીક્યુલેટ (HEPE) ફિલ્ટર લગેલું હોય.

એ સિવાય ટેબલ ફેનના ઉપયોગને લઈને પણ જાણકારી લઈ લો કેમ કે બારીઓ પાસે ઉપયોગ કરવાથી તેનાથી વધારેમાં વધારે હવા રૂમમાં આવે છે. મુસાફરી દરમિયાન ફૂડ બફેટ્સને અવોઈડ કરવાનું ઘણું મુશ્કેલ હોય છે કેમ કે મોટી હૉટલ્સમાં ખાવાનું કોઈ મિસ કરવા માગતુ નથી જોકે હાલના સમયમાં આ હાઉસ રેસ્ટોરાંમાં ભોજન કરવાનું અવોઈડ કરવાનું જ યોગ્ય રહેશે કેમ કે અન્ય મહેમાનોના સંપર્કમાં આવવાથી સંક્રમણ ફેલવાની આશંકા વધારે રહે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp