શું તમારો ઉદયપુર જવાનો પ્લાન છે, અચૂકથી લો આ 5 સ્થળની મુલાકાત

PC: wikimedia.org

જ્યારે વાત રાજસ્થાન ફરવાની હોય તો મનમાં સૌથી પહેલા નામ પિંક સિટી એટલે ઉદ્દયપુરનું જ આવે છે. તેમાં કોઇ શક નથી કે ઉદ્દયપુર ફરવા માટે બેસ્ટ ટ્રાવેલ સ્થળમાંથી એક છે. આમ તો ઉદ્દયપુરમાં આવા સ્થળોની કમી જ નથી પરંતુ આજે અમે તમને અહીં કેટલાક મહત્વના સ્થળો વિશે જણાવીશું, જેથી તમારે પોતાના ટ્રાવેલ લિસ્ટમાં જરૂર સામેલ કરવા જોઇએ.

સિટી પેલેસ
સિટી પેલેસની સ્થાપના 16મી શદીમાં થઇ હતીં. જો તમે ઉદ્દયપુર ફરવા ગયાં છે તો તેને જોયા વગર ના જશો. મહારાણા ઉદ્દય મિર્જા દ્વારા બનાવવામાં આવેલા પેલેસમાં હથિયાર ઓક સવારી રથ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. તે ઉપરાંત તમે આ મહેલમાં સુંદર કલાકૃતિઓને પણ નિહાળી શકો છો.

લેક પિલોકા
ઉદ્દયપુરના આ સુંદર જિલ્લામાં તમે બોન્ટિગની મજા માણી શકો છો. બોટમાં બેસીને ડૂબતા સુર્યાસ્તનો ખૂબસુંદર નજારો તમે ક્યારેય પણ નહીં ભૂલી શકો.

લેક પેલેસ 

સૌથી ખૂબ સુંદર પેલેસને એક વખત જોયા બાદ તમે વારંવાર જવાનું વિચારશો. જો કે હવે આ મહેલને હોટલમાં બદલવામાં આવ્યો છે, પંરતુ ટૂરિસ્ટને અહીં આવવાની પરમિશન આપવામાં આવે છે. આ મહેલના રૂમ ગુલાબી પથ્થર, કમળના પાદડા સાથે શણગારેલ જોવા મળે છે.

માનસૂન પેલેસ 

સજ્જનગઢ મહેલના નામથી ફેમસ આ મહેલની ઉપર તમે જીલનો સુંદર નજારો જોઇ શકો છો. 3100 ફૂટ ઉંચાઇ વાળો આ મહેલ ઉદ્દયપુરની સૌથી ઉંચી ઇમારત છે. મહારાજા રાજવંશે આ મહેલને ખાસ કરીને ચોમાસાના વાદળોને જોવા માટે બનાવવામાં આવ્યો હતો.

જગ મંદિર

જગ મંદિરની અંદર હોલ, અદાલત અને આવાસીય સ્થાન છે, જેને તમે જોઇ શકો છો. સાથે જ આ મંદિરમાં ફૂલોનો સૌથી મોટો બગીચો છે, જેમાં તમે કલાકો સુધી શાંતિથી બેસી શકો છો.

બગોરેની હવેલી

વિશ્વની સૌથી મોટી પાઘડી એટલે બગોરેની હવેલી ઉદ્દયપુરની મુખ્ય અટ્રેક્શનમાંથી એક છે. બડોદાના અવંતી લાલ ચાવળા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પાઘડી 3 રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેમજ ગુજરાતના ખેડૂતો દ્વારા બાંધવામાં આવેલી પઘડીઓની સ્ટાઇલ છે, જે ગુજરાતી, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતોને પાઘડી બાંધવાની સ્ટાઇને દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp