26th January selfie contest
BazarBit

શહેરમાં હેલમેટની શી જરૂર?તેવો સવાલ પૂછતા પહેલા આ વાંચી લો

PC: tosshub.com

જરૂરત તેવા સવાલો લોકો હંમેશા ઉઠાવતા હોય છે પરંતુ તેવી વાતો સામે સચેત કરતા આંકડા સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાં વર્ષ 2018માં કુલ 730 રોડ અકસ્માતમાં 220 જેટલા લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ગુજરાત રાજ્યમાં વર્ષ 2018નાં આંકડા મુજબ 18769 જેટલા રોડ અકસ્માત થયા હતા. જેમાં 7996 જેટલા લોકોના મૃત્યુ થયા છે. તેમજ બાકીના 10773 લોકોને ગંભીર/સામાન્ય ઇજાઓ થઈ છે.

ભારતભરમાં દર વર્ષે રોડ અકસ્માતના કારણે લાખો લોકો મૃત્યૃને ભેટે છે. ત્યારે માનવીની મહામૂલી જિંદગીને અકસ્માતોથી બચાવી શકાય તે આશયથી અને લોકજાગૃત્તિ કેળવી અકસ્માતોમાં ઘટાડો કરવા તેમજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવાના આશય સાથે વિશ્વમાં દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે ‘વિશ્વ અકસ્માત સંભારણા દિવસ- વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમ્સ’ની ઉજવણી કરાય છે. સુરતના વનિતા વિશ્રામ ખાતે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પણ તે મનાવ્યો હતો. જેમાં ગત વર્ષોમાં અકસ્માતના મૃત્યૃ પામેલા મૃતકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. મીણબત્તી સળગાવી સુરત શહેરમાં રોડ અકસ્માતથી મૃત્યુ પામેલા હતભાગી મૃતકોના પરિવારજનોની સાથે રોડ સેફટીની પ્રાર્થનાનું ગાન કરવામાં આવ્યું હતું.

 સામૂહિક પ્રતિજ્ઞા પણ લેવડવાઈ...

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ 'હું કોઇ પણ રોડ અકસ્‍માત માટે જવારદાર બનીશ નહિં, અને જો હું કોઇ પણ જગ્‍યાએ રોડ અકસ્‍માત જોઇશ, તો મદદે દોડી જઈશ અને 108ને ફોન કરી રોડ અકસ્‍માતમાં ઘવાયેલાની મદદ કરી તેની મહામૂલી જિંદગી બચાવીશ.'

 ટ્રાફિક પોલીસના અધિકારીઓ એ કહ્યું કે...

ટ્રાફિક શાખાના એ.સી.પી. એસ.ડી.મેવાડાએ જણાવ્યું હતું કે, અહકારની વૃત્તિનો ત્યાગ કરીને પહેલા આપની ભાવના રાખીને બીજાને નીકળવાનો રસ્તો કરવો જોઈએ. પોતાનો ઈગો છોડીને હેલ્મેટ, સીટબેલ્ટ બાંધીને ટ્રાફિકના નિયમો પાળવા પર ભાર મૂકયો હતો. તમારૂ એલફેલ ડ્રાઈવીગ બીજા માટે આફતરૂપ ન બને તેની કાળજી લેવા જણાવ્યું હતું. ટ્રાફીકના એ.સી.પી. જે.ઝેડ.શેખે જણાવ્યું કે, અકસ્માતોના કારણે જયારે ઘરનો કોઈ મોભી જીવ ગુમાવે છે ત્યારે પાછળ તેના સ્વજનોની હાલત દયનીય થતી હોય છે જેથી ટ્રાફિકના નિયમો પાળીને સુરક્ષિત ડ્રાઈવીગ કરવાની હિમાયત તેમણે કરી હતી.
આતંકવાદથી થયેલા મૃત્યુની સંખ્યા કરતા રોડ અકસ્માતથી 35 ગણા વધુ લોકો મૃત્યુ પામે છે!!!

વર્ષ 2017-18ના આંકડા મુજબ વિશ્વમાં 90 ટકા જીવલેણ માર્ગ અકસ્માતો નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં સર્જાય છે.

15 થી 29 વર્ષની વય જૂથના મૃત્યુ થવાનું મુખ્ય કારણ રોડ અકસ્માત હોય છે.

વિશ્વમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં 5 કરોડ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત, દર મિનિટે માર્ગ અકસ્માતથી બે વ્યક્તિઓના મોત, દર સેકન્ડે 1 થી 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય છે.

દર વર્ષે સરેરાશ 13 લાખ વ્યક્તિના મૃત્યુ થાય છે.

વિશ્વમાં આતંકવાદી પ્રવૃત્તિઓથી 2016 ના વર્ષમાં 34 હજાર જેટલા મૃત્યુ થયા હતા. આમ આતંકવાદથી થયેલા મૃત્યુની સંખ્યા કરતા રોડ અકસ્માતથી 35 ગણા વધુ લોકો મૃત્યુ પામે છે.

વર્ષ 20130 સુધીમાં મોતના કારણોમાં માર્ગ અકસ્માતનું સ્થાન 5 માં નંબરનું થઇ જશે. 

ભારતમાં વર્ષ 2018 માં 43600 ટુ-વ્હિલર વાહન ચાલકો મૃત્યુ પામ્યા છે.

4,61,445 માર્ગ અકસ્માતો થયા (MORT Report)

દર રોજ 1317 રોડ અકસ્માતો અને તેના કારણે 417 મૃત્યુ થાય છે. (NCRB & MORT Report)

દર કલાકે 55 અકસ્માતો અને 17 લોકોના મોત થાય છે.(NCRB & MORT Report)

72 % મૃત્યુ 18 થી 45 વર્ષના વયજુથના

ટુ-વ્હિલર્સ સબંધિત માર્ગ અકસ્માત 33.9 ટકા અને 29.8 મૃત્યુ થયા છે.

ગુજરાતમાં વર્ષ: 2019 જાન્યુઆરી થી ઓક્ટોબર-2019 દરમિયાન 8769 માર્ગ અકસ્માતો થયા. એટલે કે રોજના 62 માર્ગ અકસ્માત થયા.

કુલ 7996 મૃત્યુ એટલે કે રોજના 26 વાહનચાલકો મૃત્યુ પામ્યા.

રોડ એક્સિડન્ટથી રાજ્યમાં દર કલાકે 2 મૃત્યુ થાય છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp