લંડનમાં જોવા મળી રહ્યું છે 'હરતું-ફરતું કેરળ'

PC: navbharattimes.indiatimes.com

હાલના દિવસોમાં લંડનના રસ્તાઓ પર હરતું-ફરતું કેરળ જોવા મળી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. સેન્ટ્રલ લંડનની ગલીઓમાં ચાલતી પેસેન્જર બસમાં કેરળ ટુરીઝમની જાહેરાતો ત્યાનાં લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ નવું બ્રાન્ડિંગ કેરળ સરકારના ટુરીઝમ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે જેમણે કેરળમાં ટુરીઝમને પ્રોત્સાહિત કરવા માટે આ વિકલ્પ પસંદ કર્યો છે. 

આ અંતર્ગત પાંચ ડબલ ડેકર બસમાં કેરલનું પોટ્રેટ લગાવવામાં આવ્યું છે, જેના પર ‘ # GO KARALA’ લખેલુ છે. આ બસો માર્ચના અંત સુધીમાં લંડનના રસ્તાઓ પર દોડતી જોવા મળશે. કેરલની નવી ટુરિઝમ પોલિસી પ્રમાણે પબ્લિસીટી માટે નવી નવી માર્કેટીંગ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટુરીઝમ અધિકારીઓએ જણાવ્યું હતું કે યાત્રીઓનું ધ્યાન ખેંચાય તે માટે લંડનની બસોમાં પહેલી વખત આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

સેન્ટ્રલ લંડનની ડબલ ડેકર બસમાં કેરળનું સમુદ્ર તટ અને તેની સાથે હાઉસબોટના પણ ફોટા લગાવવામાં આવ્યા છે. આ સાથે કેરળના પ્રસિદ્ધ કુચિપુડી લોકનૃત્યનો પણ ફોટો લગાવવામાં આવ્યો છે. જેમાં GO Kerala સાથે તેની ઓફિશિયલી વેબસાઈટ પણ પ્રિન્ટ કરેલી છે. આ પહેલા કેરળના પર્યટન વિભાગે UK ની ટેક્સી પર પણ કેરળ ટુરીઝમની બ્રાન્ડિંગ કરી હતી. આ પ્રકારના માર્કેટીંગને લીધે જ ત્યાં દર વર્ષે 1.5 લાખથી વધારે પર્યટકો આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp