પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા TTF સુરતનો પ્રારંભ

PC: Khabarchhe.com

સુરતમાં દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે TTF સુરતનો પ્રારંભ થયો છે. જે મહામારી પછીના ગાળામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપશે. 2 વિદેશી રાષ્ટ્રના 100થી વધુ સહયોગીઓ અને ભારતના 10 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો તેમાં સામેલ થઇ રહ્યા છે. આ એક એવો સમય છે કે ભારતમાં ટ્રાવેલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રી મહામારીને પાછળ છોડીને આગળ ધપી શકે છે. TTFમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા મહારાષ્ટ્ર ફીચર સ્ટેટ તરીકે તેમની પ્રવાસનની ઉત્તમ તકો દર્શાવી રહ્યા છે. યજમાન રાજ્ય ગુજરાત પણ પોતાના આકર્ષણો ઓફર કરીને આ શોને સહયોગ પુરો પાડી રહ્યો છે.

TTF સુરતનો પ્રારંભ વખતે હેમાલી મોઘાવાલા, (મેયર), બંછાનિધી પાની, (મ્યુનિસિપલ કમિશનર, સુરત), પરેશ પટેલ (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન) વગેરે હાજરી આપી હતી. પ્રથમ દિવસે એટલે કે તા. 2 સપ્ટેમ્બરના રોજ સવારે 11થી સાંજના 7 વાગ્યા સુધી આ શો ટ્રાવેલ ટ્રેડના મુલાકાતીઓ માટે રિઝર્વ રહેશે. પછીના 2 દિવસ એટલે કે તા.3 અને 4 સપ્ટેમ્બરના રોજ સવારના 11થી સાંજના 7 વાગ્યા સુધી તમામ લોકો માટે ખુલ્લો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp