પાઈપમાં બનેલું આવું આલીશાન ઘર તમે ક્યારેય નહીં જોયું હોય, જાણો શું છે કિંમત

PC: indiatimes.com

શું તમે ક્યારેય પાઈપમાં ઘર બનાવવાનું વિચારી શકો છો? મોટા ભાગના લોકોનો જવાબ ના હશે પણ હોંગકોંગના એક વ્યક્તિએ પાઈપની અંદર એક આલીશાન મકાન તૈયાર કર્યું છે. આવો જાણીએ આ મકાનની ખાસિયતો વિશે.

હોંગકોંગના આર્કિટેક જેમ્સ લોને ઓપોડ ટ્યૂબ હાઉસિંગ નામની એક પાઈપની અંદર નાનું પણ તમામ સુવિધાઓથી સજ્જ એક ઘર તૈયાર કર્યું છે. તેમણે 100 સ્કેવર ફીટના ડ્રેનેજ પાઈપની અંદર આ ઘર તૈયાર કર્યું છે. આ ઘર હોંગકોંગના પ્રસિદ્ધ ક્યુબીક હોમ કરતા પણ નાનું છે.

પાઈપની અંદર આ ઘરમાં સુરક્ષા માટે બંને તરફ કાચના દરવાજા લગાવવામાં આવ્યા છે. ઘરમાં એક બેંચ મૂકવામાં આવી છે, જે બેડમાં પણ કન્વર્ટ થઈ જાય છે. ઘરમાં સામાન મૂકવા માટે પણ જગ્યા આપવામાં આવી છે. આ સાથે તેમાં માઈક્રોવેવ અને એરકંડીશનર પણ છે. આ ઘરમાં એક બાથરૂમ પણ છે.

 

હોંગકોંગ જેવા દેશમાં આટલી ઓછી કિંમતમાં ઘર મળવું મુશ્કેલ છે ત્યારે જેમ્સના કહેવા અનુસાર 15,000 ડોલર (લગભગ 9.5 લાખ રૂપિયા)ના ખર્ચમાં તૈયાર થયેલું ઘર ખૂબ જ સસ્તુ કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp